યમનની રાજધાની સનામાં USની એર સ્ટ્રાઇક, હુતી બળવાખોરોએ પણ આપી ચેતવણી
અમેરિકી સેનાએ આજે સવારે ફરી એકવાર યમનની રાજધાની સના શહેરમાં હુતી બળવાખોરોની અનેક જગ્યાઓ પર એર સ્ટ્રાઇક કરી બોમ્બમારો કર્યો છે. ઉલ્લેખયની છે કે શુક્રવારે અમેરિકા અને બ્રિટિશ સેના સાથે મળીને યમનમાં ઘણી જગ્યાએ હુતી બળવાખોરો પર મોટા પ્રમાણમાં હવાઈ હુમલા કર્યા હતા. આજે થયેલા હુમલામાં યમનની રાજધાની સનામાં હુતી બળવાખોરોના જગ્યાઓને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
The US and UK conducted air strikes against Houthi targets in Yemen in response to recent attacks on shipping vessels in the Red Sea during the late hours of Thursday.
Explosions were observed in various Yemeni cities, including Sanaa, Hodeidah, Saada, and Dhamar. As of now,… pic.twitter.com/wpCNiRWbs6
— Middle East Eye (@MiddleEastEye) January 12, 2024
યુએસ સેનાએ 28 સ્થળોને નિશાન બનાવ્યા
ગઇ કાલે અમેરિકા અને બ્રિટનના સાથે મળીને 28 સ્થળોએ હુતી બળવાખોરોના 60 થી વધુ સ્થળો પર હુમલોઓ કરવામાં આવ્યા હતા. સાથે સાથે અમેરિકાએ તેના વ્યાપારીક જહાજોને લાલ સાગરથી થોડા દિવસો માટે દૂર રહેવાની સલાહ આપી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનએ હુતી વિદ્રોહીઓ પર એર સ્ટ્રાઇકની પુષ્ટિ કરતા કહ્યું હતું કે જો હુતીબળવાખોરો વ્યાપારીક જહાજોને નિશાન બનાવવાનું બંધ નહીં કરે તો તેમને ફરીથી નિશાન બનાવવામાં આવશે. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની ભીતિ છે તો બીજી બાજુ અમેરિકાના હુમલા બાદ ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધના કારણે તણાવ વધુ થવાની સંભાવના છે.
આ પણ વાંચો : ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં માર્યા ગયેલા પત્રકારોને લઈને IDFએ કર્યો મોટો દાવો
હુતી બળવાખોરોની બદલો લેવાની ચેતવણી
અમેરિકાના હુમલા બાદ હુતી બળવાખોરોએ પણ બદલો લેવાની ચેતવણી આપી દીધી છે. અમેરિકી સેનાના આ હુમલા બાદ બળવાખોરોએ જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. હુતીસેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે અમેરિકાને આ હુમલાઓની સજા આપવામાં આવશે. બીજી બાજુ અમેરિકા દ્વારા કહેવામાં આવ્યું કે આ હવાઈ હુમલામાં હુતી વિદ્રોહીઓની તે જગ્યાઓને નિશાન બનાવવામાં આવ્યાં જ્યાં વધારે વસ્તી ન હોય અને ખાસ કરીને હુતીઓના હથિયારો, રડાર મહત્વના સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાઓ દ્વારા વધારે લોકોના મોતની શક્યતા નથી. ઉલ્લેખનીય કે ઈરાન સમર્થિત હુતી બળવાખોરો ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બાદથી જ લાલ સમુદ્રમાંથી પસાર થતા વ્યાપારીક જહાજોને નિશાન બનાવી રહ્યા છે. યુએસ નેવીએ ઘણી વખત હુતી બળવાખોરોના ડ્રોન અને મિસાઈલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. બીજી બાજુ વારંવારની ચેતવણીઓ છતાં,હુતી બળવાખોરોએ જહાજોને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. જેના કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ ખોરવાઈ ગયા હતા જેના કારણે શુક્રવારે અમેરિકા અને બ્રિટને યમનમાં હુતી બળવાખોરોની જગ્યાઓ પર ભારે ગોળીબાર કર્યો હતો.
યુકેના પીએમની ચેતવણી
બ્રિટિશ પીએમ ઋષિ સુનકે આ મામલે ચેતવણી આપી હતી, પીએમ ઋષિ સુનકે કહ્યું હતું કે યમનમાં હુતી બળવાખોરોના સ્થળો પર યુએસ સાથે મળીને હવાઈ હુમલો આત્મરક્ષણ માટે જરૂરી છે. નવેમ્બર 2023 થી લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય શિપિંગને નિશાન બનાવી રહેલા હુથિઓ સામે યુએસનના નેતૃત્વ હેઠળનો આ પહેલો હુમલો છે. વધુમાં ઉમેર્યું કે ઈરાન સમર્થિત જૂથ પર બ્રિટિશ જહાજોને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો.