November 24, 2024

ઓનલાઇન પેમેન્ટ કરવું હોય તો વધુ સુરક્ષિત UPI વોલેટ કે UPI?

UPI Wallet: મોટા ભાગના લોકો આજના સમયમાં ઓનલાઈને પેમેન્ટ કરે છે. ઓનલાઈન પેમેન્ટને કારણે હવે લોકોને પૈસા માટે સરળતા રહે છે. રોકડ પૈસા રાખવા પડતા નથી. UPI નો ઉપયોગ કરવા માટે તમારે તમારું બેંક એકાઉન્ટ લિંક કરવાનું રહેશે. જો તમે UPI વૉલેટનો ઉપયોગ કરો છો તો મારે UPIમાંથી બેલેન્સ લોડ કરતું રહેવું પડે છે. આવો જાણીએ કે કેવી રીતે UPI વોલેટ UPI કરતાં વધુ સારું, સુવિધાજનક અને સુરક્ષિત છે.

UPI અને UPI વોલેટ વચ્ચેનો તફાવત
UPIનો વપરાશ Paytm, PhonePe, Google Pay એપ દ્વારા વપરાતી પેમેન્ટ સિસ્ટમનો ભાગ છે. જેમાં તમારે તમારું બેંક એકાઉન્ટ લિંક કરવાનું રહેશે. UPI તમારા બેંકના ખાતમાથી પૈસા મોકલે છે અને UPI વોલેટ UPI સાથે લિંક છે અને UPI દ્વારા તેમાં પૈસા જમા થાય છે. આ પછી તમે પેમેન્ટ થાય છે.

આ પણ વાંચો: દિવાળી પહેલા શાકભાજીના ભાવમાં વધારો, જાણો લેટેસ્ટ ભાવ

UPI વોલેટના લાભ
UPI વોલેટનો ઉપયોગ નાના વ્યવહારો માટે કરવામાં આવે છે. જેમાં તમે એક દિવસમાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. જેના કારણે નાણાકીય છેતરપિંડી જોખમ ઓછું થઈ જાઈ છે. સાયબર ગુનેગારો UPI દ્વારા ઘણી બધી રીતે છેતરપિંડી કરી રહ્યા છે, જેના કારણે મોટું નુકસાન થાય છે. UPI વોલેટમાં તમારે પૈસા ટ્રાન્સફર કરતી વખતે તમારે UPI PIN દાખલ કરવાની જરૂર નથી.