યુપી વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર હોબાળો, કાર્યવાહી સ્થગિત

UP Assembly Budget Session: યુપી વિધાનસભામાં આજે રાજ્યપાલના અભિભાષણ સમયે ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. આ પછી રાજ્યપાલના અભિભાષણ પૂર્ણ થયા વિના ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: મહાકુંભની વાયરલ ગર્લ મોનાલીસા અટવાઈ માયાજાળમાં, જેટલા મોઢા એટલી ચર્ચા
આનંદી બેને બોલવાનું શરુ કર્યું ત્યાં હંગામો
યુપી વિધાનસભાનું બજેટ આજથી શરૂ થઈ ગયું છે. આનંદી બેને જ્યાં ભાષણ વાંચવાનું શરુ કર્યું તે જ સમયે સપાના ધારાસભ્યોએ હંગામો કરવા લાગ્યા હતા. સપાના ધારાસભ્યો સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. સપાના ધારાસભ્યોએ પૂછ્યું કે મહાકુંભમાં ભાગદોડમાં કેટલા લોકોના મોત થયા? સરકારે ડેટા જાહેર કરો. સરકારે ખોટા ભાષણો બંધ કરવા જોઈએ. જુલમી સરકાર સત્ય છુપાવી રહી છે..