રેલવે ટિકિટ બુકિંગની અનોખી પ્રથા, રિઝર્વેશન ફોર્મ ઉપર પથ્થર મૂકી રહે છે લાઈનમાં

વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે સ્ટેશન પર રિઝર્વેશન સ્ટાફના આભાવે રેલવે યાત્રીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. રિઝર્વેશનનું ફોર્મ ભરી ફોર્મ ભરી ટિકિટ બારી પાસે રિઝર્વેશન ફોર્મ ઉપર પથ્થર મૂકી ટિકિટ માટે નંબર લગાવવાનો વારો આવ્યો છે.
ઉનાળાની શરૂઆત થતા વેકેશન સિઝન અને લગ્ન સિઝન શરૂ થવાની તૈયારીઓ રહે છે. જેને લઈને રિઝર્વેશન કરાવવા રેલવે યાત્રીઓની ભીડ રિઝર્વેશન ટિકિટ બારી ઉપર લાગતી હોય છે. વલસાડ જિલ્લાના સંજાણ રેલવે સ્ટેશન ખાતે રિઝર્વેશન ટિકિટ બારી ઉપર રેલવે કર્મચારીઓના અભાવને લઈને રિઝર્વેશન ટિકિટ બારી બંધ રહે છે. રિઝર્વેશન લેવા માંગતા રેલવે યાત્રીઓ રેલવેનું રિઝર્વેશન ફોર્મ ભરી બીજી ટિકિટ બારી પાસે મુકેલા પથ્થર નીચે ફોર્મ ભરી ફોર્મ ઉપર રેલવે યાત્રીએ પોતાનો નંબર લખી જવાની ફરજ પડી રહી છે. રેલવેકર્મી જ્યારે રિઝર્વેશન ટિકિટ બારી ખોલે ત્યારે રેલવે યાત્રીઓને ફોન કરી ટિકિટ માટે જાણ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ગ્રાઉન્ડ ઉપર તપાસ કરતા સમગ્ર હકીકત ધ્યાને આવી હતી.
લાંબા રૂટની રેલવે ટિકિટ મેળવવા માટે રિઝર્વેશને લઈને અનેક સુવિધાઓ રેલવે દ્વારા આપવામાં આવી રહી છે, પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ છે. વાત છે સંજાણ રેલવે સ્ટેશને લોકોએ ટિકિટ બુકિંગ માટે અનોખી પ્રથા શરૂ કરી છે. તેઓ રિઝર્વેશન ફોર્મ નંબર લખીને કાઉન્ટર પર પથ્થર તળે મૂકી રાખે છે. 3-4 દિવસે કતારમાં ઊભા રહીને ટિકિટ કઢાવે છે. નિયમ પ્રમાણે આર.પી.એફ.ની ટીમ આધાર પુરાવા લઈને ફોર્મ આપે પછી કતારમાં ઊભા રહીને ટિકિટ લેવાની હોય છે, પરંતુ સંજાણ રેલવે સ્ટેશન પર ક્યારેય આર.પી.એફ ના અધિકારીઓ કે કર્મચારી આવતા નહિ હોય જેને કારણે આવી રીતે લોકો દ્વારા ફોર્મ મુકવાની ફરજ પડી હતી. બારી પર ફોર્મ ભરીને 2-3 દિવસ અગાઉથી જ પથ્થર તળે રાખીને જતા રહે છે અને પોતાના નંબર આવવાની રાહ જોવે છે. સમગ્ર મામલે રેલવે તંત્ર આ મામલે કોઈ નક્કર કામગીરી કરી આવી પ્રથામાંથી મુક્તિ મળે તેવી લોકો માગ કરી રહ્યા છે.