ભાવનગરના નારી ગામે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલે બોરવેલનું ઉદ્ધાટન કર્યું

ભાવનગર: ભાવનગરના નારી ગામે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર પાટીલે બોરવેલનું ઉદ્ધાટન કર્યું હતું. સૌરાષ્ટ્રમાં પહલીવાર ભાવનગરના નારી ગામે રેન હાર્વેસ્ટિંગ માટે આ પહેલ થઈ છે. આ થકી રેન હાર્વેસ્ટિંગ પદ્ધતિથી જળસંચય કરી શકાશે.
200 જેટલા બોર નારી ગામમાં થશે તેવા ટાર્ગેટ સાથે ગામના શ્રેષ્ઠિઓએ આશ્વાસન આપ્યું. શિહોર તાલુકામાં પણ અલગ અલગ ગામમાં 300 જેટલા બોર કરવામાં આવશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં જળ શક્તિ મંત્રાલય દ્વારા રેન હાર્વેસ્ટિંગનું કામ શરૂ થયું છે, પરંતુ સૌરાષ્ટ્રમાં આ પહેલીવાર થઈ રહ્યું છે. આ તબક્કે કેન્દ્રીય મંત્રી અને ભાવનગર સાંસદ નિમુ બાંભણિયા ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ 15 લાખ રૂપિયાની માતબર રકમ રેન હાર્વેસ્ટિંગ માટે ફાળવી હતી.