UP, તમિલનાડુ, મહારાષ્ટ્ર, MPમાં સૌથી વધુ Road Accidents: નીતિન ગડકરી
Road Accidents: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં ભારતના ટોચના 4 રાજ્યો જાહેર કર્યા છે જ્યાં Road Accidents સૌથી વધુ થાય છે. શુક્રવારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન બોલતા ગડકરીએ જણાવ્યું હતું કે દર વર્ષે 1,78,000 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને આમાંથી 60 ટકા પીડિતો 18-34 વર્ષની વય જૂથના છે.
ગડકરીએ સૌથી વધુ માર્ગ અકસ્માતો ધરાવતા ટોચના ભારતીય રાજ્યોને જાહેર કર્યા:
ઉત્તર પ્રદેશ: 23,652
તમિલનાડુ: 18,347
મહારાષ્ટ્ર: 15,366
મધ્ય પ્રદેશ: 13,798
મંત્રીએ હાઇલાઇટ કર્યું કે તેમના કાર્યકાળની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે 2024ના અંત સુધીમાં અકસ્માતો અને મૃત્યુમાં 50 ટકાનો ઘટાડો થશે. ગડકરીએ કહ્યું, “અકસ્માતની સંખ્યામાં ઘટાડો વિશે ભૂલી જાઓ, મને સ્વીકારવામાં કોઈ ખચકાટ નથી કે તેમાં વધારો થયો છે. “આ એવો વિસ્તાર છે જ્યાં અમારા વિભાગને સફળતા મળી નથી.”
મીડિયા અહેવાલો અનુસાર, તેમણે કહ્યું કે દિલ્હી સૌથી વધુ અસરગ્રસ્ત શહેર છે, જ્યાં 1,457 થી વધુ લોકોના મોત થયા છે. આ પછી બેંગ્લોરમાં 915 અને જયપુરમાં 850 લોકોના મોત થયા છે. ગડકરીએ અસંતોષ વ્યક્ત કર્યો કે માર્ગ અકસ્માતમાં આટલા લોકોના મોત છતાં કાયદાનો ડર નથી. પ્રશ્નકાળ દરમિયાન, તેમણે આ વિચિત્ર પરિસ્થિતિને એમ કહીને વર્ણવી કે, “કેટલાક લોકો હેલ્મેટ નથી પહેરતા, કેટલાક લોકો રેડ સિગ્નલનું ઉલ્લંઘન કરે છે.”