અમ્પાયરે રિયાન પરાગનું બેટ કર્યું ચેક અને થઈ દલીલ, વીડિયો આવ્યો સામે

Riyan Parag: રાજસ્થાન રોયલ્સની ટીમને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. બંને ટીમો વચ્ચે સુપર ઓવર રમાઈ હતી. જેમાં દિલ્હીની ટીમની જીત થઈ હતી. રિયાન પરાગ કંઈ ખાસ પ્રદર્શન કરવામાં સફળ રહ્યો નથી. તે ફ્લોપ સાબિત થયો હતો. 11 બોલમાં તેણે 8 રન બનાવ્યા હતા. મેચમાં રાજસ્થાનનો કેપ્ટન સંજુ સેમસન રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પાછો ફર્યો. આ પછી, પરાગ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. આ સમયે તેનું બેટ ચેક કરવામાં આવ્યું હતું. અમ્પાયરો ખાતરી કરવા માંગતા હતા કે તેમનું બેટ ટુર્નામેન્ટના નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર છે.

આ પણ વાંચો: IPL 2025 વચ્ચે BCCIએ કરી મોટી કાર્યવાહી, કોચ સહિત 3 લોકોને હાંકી કાઢ્યા

અમ્પાયર સાથે ઉગ્ર દલીલ થઈ
અમ્પાયર રિયાન પરાગના બેટનું ચેકિંગ કરી રહ્યા હતા. આ સમયે અમ્પાયર સાથે તેની ઉગ્ર દલીલ થઈ હતી. આખરે તેનું બેટ IPL માં નક્કી કરેલા ધોરણોને પૂર્ણ કરતું ન હતું અને તેનો એકમાત્ર વિકલ્પ તેને બદલવાનો હતો. પછી તેનું બેટ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચોથા અમ્પાયર બેટ્સમેન મેદાનમાં પ્રવેશતા પહેલા તેના બેટની તપાસ કરવામાં આવે છે. આ પછી મેદાન પર જે અમ્પાયરો છે તે પણ બેટનું ચેકિંગ કરશે. બેટ્સમેન ગાર્ડ લે તે પહેલાં દરેક બેટ એક ગેજમાંથી પસાર થશે.