ઉજ્જૈનઃ મહાકાલ મંદિરના શંખ દ્વાર પર ભીષણ આગ, CCTV કંટ્રોલ રૂમની ઉપર રાખેલી બેટરીને કારણે આગ લાગી

Ujjain: ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલેશ્વર મંદિરના શંખ દ્વારમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ, જેની જ્વાળાઓ અને ધુમાડો લગભગ 1 કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યો હતો. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, મંદિર સંકુલના સીસીટીવી કંટ્રોલ રૂમની ઉપર મૂકવામાં આવેલી બેટરીથી આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. મહાકાલ મંદિર સમિતિના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.
ઘટના બાદ તરત જ મહાકાલ મંદિર સમિતિના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગ લાગ્યા બાદ મંદિરમાં ભક્તોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. સોમવારે મહાકાલ મંદિરમાં જ્યારે આ ઘટના બની ત્યારે મંદિરમાં ભારે ભીડ હતી. સોમવાર હોવાથી મંદિરમાં ભારે ભીડ હતી. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાની માહિતી મળતા જ કલેક્ટર રોશન સિંહ, મહાકાલ મંદિરના પ્રશાસક પ્રથમ કૌશિક, ઉજ્જૈનના એસપી પ્રદીપ શર્મા, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર આશિષ પાઠક અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો: અમે પાકિસ્તાની સેનાને નફરત કરીએ છીએ, અદનાન સામીએ કહ્યું – ‘હું આ બઘુ પહેલાંથી જાણું છું’