October 19, 2024

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ઉદ્ધવ જૂથના ચૂંટણી ચિન્હમાં કર્યો ફેરફાર

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં આજથી લગભગ એક મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યુબીટીના ચૂંટણી ચિન્હમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શિવસેના યુબીટી જૂથના મશાલ ચૂંટણી ચિન્હમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.

ફેરફાર શા માટે કરવામાં આવ્યો?
શિવસેના યુબીટી જૂથને સુધારેલું ‘મશાલ’ ચૂંટણી ચિન્હ મળ્યું છે. હકીકતમાં, લોકસભા ચૂંટણી 2024માં, ઉદ્ધવ ઠાકરે જૂથે કહ્યું હતું કે મશાલનું ચૂંટણી પ્રતીક આઈસ્ક્રીમ કોન જેવું દેખાતું હતું. આ કારણોસર ચૂંટણી ચિન્હ બદલવામાં આવ્યું છે. શિવસેના યુબીટીને હવે થોડા ફેરફાર સાથે ચૂંટણી ચિન્હ મળી ગયું છે જેમાં તે સ્પષ્ટ રીતે મશાલ દર્શાવે છે. પાર્ટી દ્વારા આનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.