July 7, 2024

પાકિસ્તાનમાં નથી ચાલી રહ્યું ‘X’, જાણો એવું તો શું થયું

ફાઇલ તસવીર

અમદાવાદ: દરેક લોકો આજના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ગયા શનિવારથી પાકિસ્તાનમાં X (Twitter)ચાલી રહ્યું નથી. અચાનક પાકિસ્તાનમાં સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. એક યુઝર્સે અન્ય માધ્યમ થકી આ માહિતી આપી છે.

લાખો યુઝર્સ હેરાન
એક મીડિયામાં આપેલી માહિતી અનુસાર ગયા શનિવારે પાકિસ્તાનમાં Xની સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. ત્યારબાદ યુઝર્સ તેની પોસ્ટ શેર કરી શકતા નથી. હજારો પાકિસ્તાની યુઝર્સે Xની સેવા બંધ થઈ ગઈ હોવાની જાણકારી આપી છે. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પણ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બંધ કરી દેવામાં આવ્યા હતા.

7 દિવસથી યુઝર્સ હેરાન
પાકિસ્તાનમાં ચૂંટણીના દિવસે ત્યાંની સરકારે સમગ્ર દેશમાં ઈન્ટરનેટ બંધ કરી દીધું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદથી જ પાકિસ્તાનની જનતાને Xની સેવાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. છેલ્લા 7 દિવસથી પાકિસ્તાનમાં Xની સેવાઓ જાણે ચકડોળે ચડી હોય તેવું જોવા મળી રહ્યું છે. એક માહિતી અનુસાર, પાકિસ્તાનની સિંધ હાઈકોર્ટે એક આદેશ જાહેર   કરીને ટેલિકોમ ઓથોરિટી (PTA) ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xની સેવા પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ મહત્વની વાત એ છે કે હજુ સુધી આ સુવિધાને પુનઃસ્થાપિત કરવામાં આવી નથી. હવે જોવાનું રહ્યું આવનારા દિવસોમાં આ સેવા પાકિસ્તાનમાં ક્યારે ચાલુ થાય છે.

અંધ લોકોની દ્રષ્ટિ
સ્કોટલેન્ડની જેમ્સ વોટ સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ કોલેજમાં અંધ લોકો માટે એક AI રોબોટ કૂતરો બનાવામાં આવ્યો છે. જે અંધ લોકોને ઘર અને બહાર બંને જગ્યાએ મદદ કરી શકે છે. મહત્વની વાત તો એ છે કે આ AI રોબોટના કારણે અંધ લોકોને મદદ મળી રહેશે. તમે આ રોબોટ ડોગને બોલીને આદેશ આપી શકો છો. આ રોબો તમારી વાત સાંભળીને તમે જે કમાન્ડ આપશો તે કાર્ય કરી આપશે. મહત્વની વાત એ છે કે જે લોકો અંધ છે તેના માટે ખુબ ફાયદાકારક કહી શકાય. કારણ કે જે પણ તેને કમાન્ડ આપવામાં આવશે તે આ કરી આપશે.