July 7, 2024

અભિનેતા ઋતુરાજ સિંહનું હાર્ટ એટેકને કારણે નિધન

Rituraj Singh Death: ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. તેમની ઉંમર 59 વર્ષની હતી. 19 ફેબ્રુઆરીની રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતા ‘અપની બાત’, ‘જ્યોતિ’, ‘હિટલર દીદી’, ‘શપથ’, ‘વોરિયર હાઈ’, ‘આહત’, ‘અદાલત’, ‘દિયા ઔર બાતી’ જેવા ઘણા શોમાં જોવા મળ્યા હતા. તે છેલ્લે રૂપાલી ગાંગુલી સાથે ‘અનુપમા’માં જોવા મળ્યા હતા, જેમાં તેમણે એક રેસ્ટોરન્ટના કડક માલિકની ભૂમિકા ભજવી હતી.

એક અહેવાલ મુજબ ઋતુરાજ સિંહનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. તેઓ માત્ર 59 વર્ષના હતા. અને કેટલાક સમયથી સ્વાદુપિંડ સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. તેમના આકસ્મિક નિધનથી માત્ર તેમના પરિવારને જ નહીં પરંતુ તેમના ચાહકોને પણ આઘાત લાગ્યો છે. કારણ કે તે શોમાં તેમને ફરીથી જોવાની રાહ જોઈ રહ્યા હતા. તેમનું આકસ્મિક અવસાન ટીવી જગત માટે મોટી ખોટ છે.

ઋતુરાજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
અહેવાલો અનુસાર, ઋતુરાજ સિંહ સ્વાદુપિંડની બિમારીથી પીડિત હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગત રાત્રે એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું. ફેન્સ સહિત તેમના નજીકના લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમજ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અભિનેતાના સારા મિત્ર અમિત બહલે આ સમાચારની પુષ્ટિ કરી છે અને દુઃખ વ્યક્ત કર્યું છે.

હોસ્પિટલમાંથી પરત ફરતી વખતે મૃત્યુ થયું હતું
અમિત બહલે કહ્યું, ‘હા, તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. તેમને સ્વાદુપિંડની સારવાર માટે છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘરે પરત ફરતી વખતે હ્રદયની તકલીફ થઈ અને તેમનું અવસાન થયું. આ પહેલા ‘અનુપમા’માં મિત્રની ભૂમિકામાં જોવા મળેલા નિતેશ પાંડેનું પણ નિધન થયું હતું. તેમની ઉંમર 51 વર્ષની હતી. તેમનું મૃત્યુ પણ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું.