November 24, 2024

યુએનનો રિપોર્ટ: TTPમાં જોડાઈ રહ્યા છે અલકાયદાના આતંકવાદી

પાકિસ્તાન: અફઘાનના તાલિબાન, અલ કાયદા અને અન્ય આતંકવાદી જૂથોને ટીટીપી પાસેથી હથિયારો અને ઉપકરણોનું સમર્થન મળી રહ્યું છે. આટલું જ નહીં આ સંગઠનના આતંકવાદીઓ પાકિસ્તાન વિરુદ્ધ અભિયાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ને ઓન ગ્રાઉન્ડ સપોર્ટ આપી રહ્યા છે. પ્રતિબંધિત ટીટીપી જૂથને પાકિસ્તાનમાં હુમલા કરવા માટે અલકાયદા અને અન્ય આતંકવાદી સંગઠનો તરફથી સમર્થન મળી રહ્યું છે. દેશના એક અગ્રણી અખબારે યુએનના એક અહેવાલ અનુસાર વાત કહી છે.

મોનિટરિંગ ટીમે યુએન કમિટીને રિપોર્ટ સોંપ્યો
માહિતી અનુસાર ISIL અને અલ કાયદા/તાલિબાન પર દેખરેખ રાખતી ટીમે તેનો 33મો રિપોર્ટ યુએન સુરક્ષા પરિષદ સમિતિને આપ્યો હતો જેમાં આ માહિતી આ સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અફઘાન તાલિબાન સિવાય તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ને અલ કાયદા અને અન્ય આતંકવાદી જૂથો પાસેથી હથિયાર અને અન્ય સાધનોનું સમર્થન મળી રહ્યું છે. એટલું જ નહીં, આ સંગઠનોના આતંકવાદીઓ પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદી કાર્યવાહીમાં ટીટીપીને સમર્થન આપી રહ્યા છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, 15 લોકોના મોત

TTP પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો ખતરો
પાકિસ્તાન માને છે કે દેશમાં મોટા આતંકી હુમલાઓ માટે TTP જવાબદાર છે. આ અંગે તેણે અફઘાન તાલિબાનને ટીટીપી પર અંકુશ રાખવા માટે ઘણી વખત વિનંતી કરી છે. પરંતુ, ટીટીપીએ આ હુમલાને વધુ ઘાતક બનાવ્યા છે. જેના કારણે પાકિસ્તાને ઘણી વખત નારાજગી વ્યક્ત કરી છે. જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ ઉભો થયો છે. બીજી બાજુ પાકિસ્તાન ટીટીપીને તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો ખતરો માને છે.

અન્ય સંગઠનોના આતંકવાદીઓ પણ ટીટીપીમાં જોડાયા
TTP આતંકવાદીઓ પાકિસ્તાનના સરહદી વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. યુએનના અહેવાલ મુજબ અલ કાયદા અને તાલિબાનના ઘણા સભ્યો ટીટીપીમાં જોડાયા છે અને તેમની આતંકવાદી કાર્યવાહીને મજબૂત બનાવી રહ્યા છે. વધુમાં જાણવા મળ્યું કે, ટીટીપીના સભ્યો અને તેમના પરિવારોને તાલિબાન તરફથી સમયાંતરે સહાય પેકેજો મળતા હોવાનું કહેવાય છે. જે દર્શાવે છે કે TTP માટે તાલિબાનનું સમર્થન કેટલું ઊંડું છે.

TTPએ ખૈબર પખ્તુનખ્વામાં નવો અડ્ડો બનાવ્યો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધિત TTPએ 2023માં ખૈબર પખ્તુનખ્વામાં પોતાનો નવો અડ્ડો સ્થાપ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકોને આત્મઘાતી બોમ્બર તરીકે તાલીમ આપવામાં આવી હતી. અલ કાયદાએ ટીટીપીને તાલીમ વૈચારિક માર્ગદર્શન અને સમર્થન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.