January 21, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે USના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, PM મોદીએ પાઠવી શુભેચ્છા

Trump Oath Ceremony: આજે USમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. ટ્રમ્પે કેપિટલ હિલના હૉલમાં બાઇબલ પર હાથ મૂકીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદના શપથ લીધા હતા. વ્હાઇટ હાઉસને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે, જ્યાં વિશ્વભરના પ્રતિષ્ઠિત મહેમાનો એકઠા થયા છે. જેડી વાન્સે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી.  પીએમ મોદીએ પોસ્ટ કરીને લખ્યું, અભિનંદન મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ @realDonaldTrump. યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે તમારા ઐતિહાસિક શપથગ્રહણ બદલ અભિનંદન! હું ફરી એકવાર સાથે મળીને કામ કરવા માટે આતુર છું, જેથી આપણા બંને દેશોને ફાયદો થાય અને વિશ્વ માટે વધુ સારું ભવિષ્ય બને. આગામી સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ!

 

  • ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.

  • એમી ક્લોબુચરે શપથ ગ્રહણ સમારોહનું ભાષણ શરૂ કર્યું.
  • ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ જ્યોર્જ બુશ અને બરાક ઓબામા પણ હાજર રહ્યા હતા.
  • શપથ ગ્રહણ સમારોહમાં ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની પણ હાજરી આપી હતી.
  • ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારતીય મૂળના ગુગલના સીઈઓ સુંદર પિચાઈ પણ હાજર રહ્યા હતા.
  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વોશિંગ્ટનમાં ટ્રમ્પના શપથગ્રહણના કલાકો પહેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપ્યા.

  • વિદેશમંત્રી એસ જયશંકર આજે વોશિંગ્ટનમાં નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં PM નરેન્દ્ર મોદીના ખાસ દૂત તરીકે હાજરી આપી. આ પ્રસંગે જયશંકર PM તરફથી ટ્રમ્પને એક ખાસ પત્ર સોંપશે.
  • પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં અમેરિકામાં હાજર લગભગ તમામ લોકો પહોંચ્યા હતા.
  • ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહનો પ્રારંભ. ટ્રમ્પ વિશ્વભરના મહેમાનોની હાજરીમાં અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.
  • ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ જ્યોર્જ બુશ અને બરાક ઓબામા અને અન્ય નેતાઓ હાજર.