‘વીજળી ડૂલ’ની ધમકીથી ભડક્યા ટ્રમ્પ! કેનેડાથી આવતા સ્ટીલ પર 25% ટેરિફ લાદ્યો

Canada-US Trade War: અમેરિકા અને કેનેડા વચ્ચે ટેરિફ વોર ઉગ્ર બન્યા બાદ વેપાર તણાવ વધુ વધ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ 25% થી વધારીને 50% કરવાની જાહેરાત કરી છે. ઓન્ટારિયો પ્રાંત દ્વારા અમેરિકામાં નિકાસ થતી વીજળી પર 25% ડ્યુટી લાદવાના જવાબમાં આ પગલું લેવામાં આવ્યું હતું. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું કે આ ટેરિફ વધારો 12 માર્ચથી અમલમાં આવશે.
ટ્રમ્પે પોસ્ટ કર્યું, “મેં મારા વાણિજ્ય સચિવને નિર્દેશ આપ્યો છે કે કેનેડાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25%થી વધારીને 50% કરવામાં આવે, જે વિશ્વના સૌથી વધુ ટેરિફ દેશોમાંનો એક છે.”
ડેરી ઉત્પાદનો પર પણ કાર્યવાહીની ચેતવણી
ટ્રમ્પે માંગ કરી હતી કે કેનેડા યુએસ ડેરી ઉત્પાદનો પર 250% થી 390% સુધીનો ટેરિફ ઘટાડે. તેમણે ચેતવણી આપી હતી કે જો કેનેડા અન્ય ઊંચા ટેરિફ દૂર નહીં કરે, તો અમેરિકા 2 એપ્રિલથી કેનેડાથી આવતી કારો પર ટેરિફ વધારશે.
ઓન્ટારિયોના ટેરિફથી યુએસમાં પ્રતિક્રિયા
તાજેતરમાં, કેનેડિયન પ્રાંત ઓન્ટારિયોએ યુએસ રાજ્યો મિનેસોટા, ન્યુ યોર્ક અને મિશિગનમાં વીજળી નિકાસ પર 25% ડ્યુટી વધારાની જાહેરાત કરી હતી, જેની અસર લગભગ 1.5 મિલિયન અમેરિકન ગ્રાહકો પર પડશે. ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો અમેરિકા ટેરિફ વધારશે તો તેઓ અમેરિકાને વીજળી સપ્લાય કરવાનું સંપૂર્ણપણે બંધ કરી શકે છે.
ટ્રેડ વૉરનો વધતો ખતરો
ટ્રમ્પે કેનેડાને “ટેરિફનો દુરુપયોગ કરનાર” ગણાવ્યું અને કહ્યું કે અમેરિકાને કેનેડિયન ઊર્જાની જરૂર નથી. તે જ સમયે, ઓન્ટારિયો સરકારે આ સંઘર્ષ માટે ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા. નોંધનીય છે કે, કેનેડા અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો પહેલાથી જ તણાવપૂર્ણ છે, અને આ નવા ટેરિફ યુદ્ધની બંને દેશોની અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પડી શકે છે.