ખેરોજના હીંગટીયા પાસે ત્રિપલ અકસ્માત; 3નાં ઘટના સ્થળે મોત, 10 ઘાયલ

સાબરકાંઠા: ખેરોજ નજીક હીંગટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ, બાઈક અને ખાનગી જીપ વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા તેમજ 10 લોકો ઘાયલ થયા છે.
આ ગંભીર અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની સંપૂર્ણ સંભાવના જોવા મળી રહી છે. ખાનગી વાહનચાલકો હજુ પણ મોતની સવારી કરાવે છે. ખેરોજ સહિત ખેડબ્રહ્મા પોલીસ ધટના સ્થળે પહોંચી તપાસ હાછ ધરી છે.