ખૂંખાર ગુનેગારો જેવો વ્યવહાર…. અમેરિકામાંથી આ રીતે ભારતીયોને મોકલ્યા- Video

America: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. અમેરિકાની ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવાની પદ્ધતિનો સમગ્ર વિશ્વમાં વિરોધ થઈ રહ્યો છે. ત્રણ અમેરિકન લશ્કરી વિમાનો દ્વારા અત્યાર સુધીમાં 332 ભારતીય ઇમિગ્રન્ટ્સને પણ ભારત મોકલવામાં આવ્યા છે, જે દરમિયાન તેમને ગુનેગારોની જેમ સાંકળોમાં બાંધીને ભારત લાવવામાં આવ્યા હતા.

મંગળવારે વ્હાઇટ હાઉસે “ASMR: ગેરકાયદેસર એલિયન ડિપોર્ટેશન ફ્લાઇટ” કેપ્શન સાથે એક વીડિયો શેર કર્યો છે. જેમાં સાંકળોથી બાંધેલા ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ માટે વિમાનમાં ચઢતા દર્શાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, આ ફ્લાઇટ સિએટલથી રવાના થઈ હતી. આ વીડિયોમાં અમેરિકી અધિકારીઓ ઇમિગ્રન્ટ્સને આતંકવાદી કે ગુનેગારો હોય તેવી રીતે બાંધી રહ્યા છે.

આ પણ વાંચો: રાજકોટમાં ટ્રાફિટ નિયમ તોડનારાઓ પર RTO વિભાગની લાલઆંખ… 50 લોકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ

યુએસ અધિકારીઓ ઇમિગ્રન્ટ્સને બાંધી રહ્યા છે
X પર શેર કરાયેલા ફૂટેજમાં અધિકારીઓ ઇમિગ્રન્ટ્સને લાઇનમાં ઉભા રાખીને અને તેમને બાંધીને રાખતા દર્શાવવામાં આવ્યા હતા. આખા વીડિયોમાં લોકોને સાંકળોથી બાંધેલા, કેદીઓ સાંકળોમાં ચાલતા અને વિમાનમાં ચઢતા લોકોની ઘણી અલગ અલગ ક્લિપ્સ છે.

એલન મસ્કે જવાબ આપ્યો
આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા, X ના માલિક એલોન મસ્કે ‘Haha wow‘ લખ્યું. એલન મસ્ક ચૂંટણીથી જ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક રહ્યા છે અને તેઓ ઇમિગ્રન્ટ્સના પાછા ફરવાનું પણ સમર્થન કરી રહ્યા છે.

ભારતીયોને ભારત લાવવાના સમાચાર સામે આવ્યા પછી દેશભરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સંસદમાં વિપક્ષી સાંસદોએ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે જ્યારે કોલંબિયા જેવો નાનો દેશ તેના નાગરિકોના સન્માનની વાત કરી શકે છે, તો ભારત કેમ નહીં. વિપક્ષે ભાર મૂક્યો કે ભારતે અમેરિકાની આ રીતનો વિરોધ કરવો જોઈએ.