રાજ્ય સરકાર દ્વારા મોટાપાયે બદલી: PSIમાંથી બઢતી થયેલ 234 PIની બદલી
ગુજરાત સરકાર દ્વારા રાજય પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI) વર્ગ-૩ને પોલીસ ઈન્સ્પેકટર(PI) તરીકે નિમણૂંક આપવામાં આવેલ હતા. જેને લઇને બઢતી પામેલ પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી)ઓને રાજ્યના તેમના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નિમણૂંક આપવામાં આવી છે. 234 પોલીસ સબ ઈન્સ્પેકટરને પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી) તરીકે નિમણૂંક આપવામાં આવી હતી જેમની બદલી કરવામાં આવી છે.