સ્ટેશનમાંથી માત્ર 100 મીટર આગળ વધેલી ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઊતર્યો

Train Incident: દિલ્હી તરફ આવી રહેલી ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. સારી વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. તમને જણાવી દઈએ કે ટ્રેન કુરુક્ષેત્રથી દિલ્હી જઈ રહી હતી અને આ ઘટના સ્ટેશનથી 100 મીટર આગળ બની હતી.
STORY | Haryana: Bogie of passenger train derails in Nilokheri; all passengers safe
READ: https://t.co/nPwUXjkYAB
VIDEO: pic.twitter.com/QfItywYx1J
— Press Trust of India (@PTI_News) February 25, 2025
આ પણ વાંચો: AIની આડઅસરઃ ભીડને જોઈને ભૂરાયો થયો રોબોટ, કરી દેવાવાળી
અધિકારીઓએ આપી માહિતી
આ બનાવ હરિયાણાના કરનાલ જિલ્લાના નીલોખેરી ખાતે બન્યો હતો. ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. આ વિશે અધિકારીઓએ માહિતી આપી હતી. કહ્યું કે, કોઈ જાનહાનિના અહેવાલ નથી. હાલ મુસાફરો સુરક્ષિત છે. બનાવ બન્યો હતો ત્યારે દિલ્હી જઈ રહી હતી. પાટા પરથી ટ્રેન ઉતરી ત્યારે સ્ટેશનથી માત્ર 100 મીટર આગળ જ ગઈ હતી. કોઈ પણ મુસાફર ઘાયલ થયા હોવાની વિગતો નથી. અધિકારીઓનું કહેવું છે કે આ ટેકનિકલ સમસ્યા હોય શકે છે.