January 23, 2025

આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ અને રીમોટ સેન્સીંગનો જૂનાગઢમાં પ્રારંભ, 250 જેટલા વૈજ્ઞાનિકો રહ્યા હાજર

Junagadh News: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટ્રેઈલબ્લેઝીંગ ટ્રેન્ડ્સ ઈન સસ્ટેઈનેબલ ક્લાઈમેટ રેઝીલીયન્ટ પ્રિસિઝન એગ્રીકલ્ચર થ્રુ આર્ટીફીશ્યલ ઈન્ટલીજન્સ એન્ટ રીમોટ સેન્સીંગ વિષય પર ઈન્ટરનેશનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. જેમાં અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલીયા તથા ભારતભરના 250 જેટલા વૈજ્ઞાનિકો, સંશોધકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા
આ બે દિવસીય ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ અને રીમોટ સેન્સીંગના ઉપયોગથી જમીન અને જળ સંરક્ષણ, જળ વ્યવસ્થાપન, કૃષિમાં યાંત્રિકીકરણ, રીન્યુએબલ એનર્જીનો ખેતીમાં ઉપયોગ, ખેત ઉત્પાદનનું મુલ્યવર્ધન, વાવણીથી લઈને કાપણી સુધી ટકાઉ પાક ઉત્પાદન માટે ટેકનોલોજી વગેરે વિષયો પર સંશોધનો રજૂ કરવામાં આવ્યું હતું. તેની સાથે સાથે પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: વલસાડના ઉમરગામ ખાતે અનંત પટેલ દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું

વૈજ્ઞાનિકોએ કર્યા વખાણ
આ ઈન્ટરનેશનલ કોન્ફરન્સના મુખ્ય પ્રાયોજક તરીકે દેશની જાણીતી કંપની સિલ્વર કન્ઝ્યુમર ઈલેક્ટ્રીકલે ભાગ લીધો છે. જેમાં કંપની દ્વારા તેના ઉત્પાદનોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. કૃષિ ક્ષેત્રે જ્યારે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે ત્યારે કૃષિ ઉપયોગી વિવિધ સાધનોનું ઉત્પાદન કરતી કંપનીઓમાં અગ્રેસર એવી સિલ્વર કન્ઝ્યુમર ઈલેક્ટ્રીકલ લી. કંપની દ્વારા આધુનિક ખેતી માટે ઉપયોગી ઓજારોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેની કોન્ફરન્સમાં આવેલા વૈજ્ઞાનિકોએ પણ પ્રસંશા કરી હતી. કૃષિ ઈજનેરી ક્ષેત્રે સિલ્વર કન્ઝ્યુમર ઈલેકટ્રીકલ લી. ના યોગદાનને બિરદાવ્યું હતું.