December 23, 2024

અલ્લુ અર્જુનના ઘર પર ટામેટાં ફેંકાયા, લોકોએ કૂંડા તોડ્યાં; વાંચો સમગ્ર માહિતી

Allu Arjun: અલ્લુ અર્જુનના ઘરે ટામેટા ફેંકવાનો બનાવ સામે આવ્યો છે. ઘટના દરમિયાન પરિસરમાં ફૂલોના કુંડાઓને નુકસાન થયું છે. પીડિત રેવતીના પરિવાર માટે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતો અને પછી ટામેટા ફેંકવાનું શરૂં કર્યું છે. અલ્લુ અર્જુનના સ્ટાફને તેને રોકવાનો પ્રયાસ કર્યો છે. અલ્લુ અર્જુન મૃતક મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય રકમ આપે અને પરિવારને શક્ય તમામ મદદ કરે તેવી માંગ કરી છે.

આ પણ વાંચો: ભૂતપૂર્વ CM વસુંધરા રાજેના કાફલામાં જીપ પલટી, અનેક પોલીસકર્મીઓ થયા ઘાયલ

અલ્લુ અર્જુન ચાહકોને અપીલ કરી અપીલ
અલ્લુ અર્જુને પોતાના ચાહકોને વિનંતી કરી હતી કે ઓફલાઈન અથવા ઓનલાઈન કોઈપણ પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ ના કરશો. તેણે એમ પણ કહ્યું કે મારી તસવીર સાથે ખરાબ વર્તન કરનારા લોકોને પરિણામ ભોગવવા પડશે. મારા ફેન હોવાનો દાવો કરીને ફેક પ્રોફાઈલ બનાવે છે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું મારા પ્રશંસકોને વિનંતી કરું છું કે આવી પોસ્ટ સાથે જોડાશો નહીં.