ટામેટાનો ફેસ પેક આ રીતે બનાવો, ત્વચાને મળશે કુદરતી ચમક
Tomato Face Pack: ટામેટા માત્ર ખાવાથી થતાં ફાયદાની સાથે તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે. વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર ટામેટા માત્ર ત્વચાના રંગને સુધારે છે એટલું જ નહીં પણ ખીલને પણ ઘટાડવામાં મદદ કરે છે. ટામેટાના આ ફેસ પેકને કારણે તમને કુદરતી ચમક મળશે. જો તમારા ચહેરા પર હઠીલા ડાર્ક સ્પોટ્સ છે તો પણ તે દૂર થશે. ચાલો જાણીએ કે તમે ત્વચા માટે ટામેટાંનો ઉપયોગ કેટલી રીતે કરી શકો છો?
ટામેટાંનો ઉપયોગ આ રીતે કરો
ટામેટા અને મધનું મિશ્રણ
ટામેટા અને મધને મિક્સ કરીને રોજ ચહેરા પર લગાવો. જો તમારે ઓઈલી ત્વચા છે તો તમારી ત્વચા પર તેલ સાફ કરવા માટે આ પેક અસરકારક છે. ટામેટાને મેશ કરો અને તેમાં મધ નાંખો અને ત્યારબાદ તમને તેને ચહેરા પર લગાવી દો. આ પેસ્ટ સુકાઈ જાય ત્યાં સુધી તમારા ચહેરા પર રાખો અને બાદમાં તેને પાણીથી ધોઈ લો.
આ પણ વાંચો: IND vs PAK: હોકીના ગ્રાઉન્ડમાં ટકરાશે કટ્ટર હરીફ ભારત-પાકિસ્તાન, આ દિવસે મેચ યોજાશે
ટામેટા અને ખાંડ
જો તમારે ડેડ સ્કિનથી છુટકારો મેળવવો હોય તો ટામેટા અને ખાંડને મિક્સ કરીને તેની પેસ્ટ તમારા ચહેરા પર લગાવો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને ધીમે-ધીમે ઘસીને ચહેરા પર લગાવો. અઠવાડિયામાં રોજ લગાવો. થોડા જ દિવસમાં તમારા ચહેરા પર ચમક આવી જશે.
ટામેટા અને લીંબુ
ટામેટા અને લીંબુ બંને વિટામિન સીથી ભરપૂર હોય છે. તમે ટામેટા અને લીંબુનું મિશ્રણ કરીને ચહેરા પર લગાવો છો તો તમારો ચહેરો ચમકદાર બની જશે. ટામેટાને પીસીને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો અને આ પેસ્ટને ચહેરા પર થોડી વાર રહેવા દો. આવું રોજ કરવાથી થોડા જ દિવસોમાં તમને ફાયદો જોવા મળશે.