June 30, 2024

TMC નેતા મિમી ચક્રવર્તીએ સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું

કોલકાતા: બંગાળી ફિલ્મ અભિનેત્રી અને જાદવપુરથી ટીએમસી (TMC) સાંસદ મીમી ચક્રવર્તીએ તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીને પત્ર લખીને ગંભીર આરોપ લગાવ્યા છે. પત્રમાં મિમી ચક્રવર્તીએ કહ્યું કે તેનું વારંવાર અપમાન કરવામાં આવ્યું છે. જેના કારણે આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડે. ગુરુવારે મિમી ચક્રવર્તી એસેમ્બલી પહોંચી અને એસેમ્બલીમાં સ્પીકર બિમાન બેનર્જીની ચેમ્બરમાં મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. મિમી ચક્રવર્તીએ ફરી તેમને કહ્યું કે હું લોકસભાની ચૂંટણી લડવા માંગતી નથી અને પોતાનું રાજીનામું મમતા બેનર્જીને આપી દીધું, પરંતુ રાજીનામુ આપ્યા બાદ મમતા બેનર્જીએ તેનો સ્વીકાર કર્યો નથી. જ્યારે મમતા બેનર્જી રાજીનામું સ્વીકારશે, ત્યારબાદ રાજીનામું લોકસભા અધ્યક્ષને સોંપશે.

વધુમાં કહ્યું કે તે રાજકારણમાં રહેવા માંગતી નથી અને તે માન્ય લોકોની વચ્ચે રહીશ. તે સમજી ગઈ છે કે રાજકારણ તેના માટે નથી. તે ક્યારેય રાજનીતિ કરવા માંગતી નહોતી. નોંધનીય છે કે મિમી ચક્રવર્તી પાંચ વર્ષથી સાંસદ છે. તૃણમૂલ કોંગ્રેસે તેમને જાદવપુર જેવા મહત્વના કેન્દ્રમાંથી ટિકિટ આપી હતી. માહિતી અનુસાર મિમી ચક્રવર્તીએ 13 ફેબ્રુઆરીએ મમતા બેનર્જીને એક પત્ર મોકલ્યો હતો. તે પત્રમાં મિમી ચક્રવર્તીએ મમતાને સાંસદ પદ પરથી રાજીનામું આપવાની વાત કરી હતી.

વારંવાર અપમાનિત કરી: મીમી
માહિતી અનુસાર મિમી ચક્રવર્તીએ પત્રમાં કહ્યું કે તે માનસિક પીડાથી પીડાઈ રહી છે. મીમીએ એવો પણ દાવો કર્યો હતો કે ક્યારેક સ્ટેજ પર, ક્યારેક ફોન પર અને ક્યારેક અન્ય રીતે અપમાન સહન કરવું પડ્યું હતું. પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તે પીડા વિશે વાત પૂરી કરી શકતી નથી. વધુમાં મીમીએ તેના પત્રમાં કહ્યું હતું કે તે માનસિક પીડા વિશે રૂબરૂ વાત કરી શકતી નથી, તેથી પત્રમાં આ બધું લખ્યું હતું. માહિતી અનુસાર રાજીનામા બાદ તૃણમૂલ સુપ્રીમો તેમની સાથે વાત કરવા માંગતા હતા.

મિમી એસેમ્બલીમાં મમતા બેનર્જીને મળી હતી
મિમી ચક્રવર્તીના પત્ર બાદ તેમને ગુરુવારે વિધાનસભામાં બોલાવવામાં આવ્યા હતા. વિધાનસભામાં મિમી સ્પીકરની ચેમ્બરમાં સીએમ મમતા બેનર્જીને મળ્યા હતા. મમતા બેનર્જીને મળ્યા બાદ મિમી ચક્રવર્તીએ ફરી કહ્યું કે તે હવે રાજકારણમાં આવવા માંગતી નથી અને લોકસભાની ચૂંટણી નહીં લડે. બીજી બાજુ અભિનાતા અને બીજેપી નેતા રુદ્રનીલ ઘોષે કહ્યું, ‘હું ઘણા સમય પહેલા બહાર આવી ગયો હતો. મારા જે મિત્રો ત્યાં છે તેઓ આ ચોરીને પ્રોત્સાહન આપવાનું અને લોકશાહી લૂંટવાનું ષડયંત્ર જોઈ શકતા નથી.. કેટલાક લોકો પહેલા મોં ખોલે છે, તો કેટલાક લોકો પછી મોં ખોલે છે.