દાહોદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ
Dahod: રાજ્યમાં અવારનવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે દાહોદમાં યુવાને આપઘાતનો પ્રયાસ કરતા દોડધામ મચી જવા પામી છે. વ્યાજ ખોરોના ત્રાસથી દાહોદના યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે.
મળતી માહિતી અનુસાર દાહોદમાં યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. વ્યાજ ખોરોના ત્રાસથી પોતાની જ દુકાનમાં થીનર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વધુમાં વ્યાજખોરોને રૂપિયા આપ્યા બાદ પણ ચેક બાઉન્સ કરવાની ધમકી આપતા કંટાળી જતા યુવકે આ પગલું ભર્યું હતું. જોકે, હાલ યુવકને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં 2 વર્ષનું બાળક ગટરમાં પડ્યું, 15 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ