PHOTOS: ભારતીય સેનાની બહાદુરીને સલામ કરવા કર્તવ્ય પથ પર નીકળી તિરંગા યાત્રા

Tiranga Shaurya Samman Yatra: ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે દિલ્હીમાં ભારતીય સેનાની બહાદુરીને સલામ કરવા માટે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ રેલીમાં શાળાઓ અને કોલેજોના NCC કેડેટ્સ અને દિલ્હીના સામાન્ય લોકોએ ભાગ લીધો હતો.

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ત્રણેય સેનાઓની બહાદુરીને સલામ કરવા માટે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રા કર્તવ્ય પથ પર કાઢવામાં આવી હતી.

આ તિરંગા યાત્રા કર્તવ્ય પથથી નેશનલ વોર મેમોરિયલ મોન્યુમેન્ટ સુધી સાંજે 4 વાગ્યે કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

લોકોએ કહ્યું કે આ તિરંગા યાત્રા ઓપરેશન સિંદૂરના સમર્થનમાં, ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને હિંમતનું સન્માન કરવા અને તેમનું મનોબળ વધારવા માટે કાઢવામાં આવી રહી છે.

દિલ્હી પોલીસે આ યાત્રા માટે ઈન્ડિયા ગેટ તરફના ટ્રાફિકને લઈને પહેલેથી જ એડવાઈઝરી જારી કરી દીધી હતી.

દિલ્હી સરકારે ગઈકાલે આ તિરંગા યાત્રામાં શક્ય તેટલા લોકોને ભાગ લેવા અપીલ કરી હતી. યાત્રા વિજય ચોકથી સાંજે 4 વાગ્યે કર્તવ્ય પથ પર શરૂ થઈ હતી.

તમને જણાવી દઈએ કે પહેલગામ હુમલા બાદ ભારતીય દળોએ પાકિસ્તાનના ઘણા સૈન્ય ઠેકાણાઓ અને તેમના દ્વારા પોષેલા આતંકવાદના ઘણા ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા અને દુનિયાને બતાવ્યું કે ભારત હવે તેની ધરતી પર કોઈપણ આતંકવાદને સહન કરશે નહીં.

આ રેલીમાં દિલ્હીના હજારો લોકોએ ભાગ લીધો હતો, શાળાના બાળકોએ પણ આ રેલીમાં ભાગ લીધો હતો.