December 22, 2024

વિશ્વના પ્રભાવશાળી લોકોનું લિસ્ટ જાહેર, અશ્વિની વૈષ્ણવ અને અનિલ કપૂરના નામ પણ સામેલ

Time100 AI 2024: ટાઈમ મેગેઝીને AI ક્ષેત્રના 100 સૌથી પ્રભાવશાળી લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે, તેમાં ઘણા ભારતીય નામ પણ સામેલ છે. લિસ્ટમાં ઉલ્લેખનીય નામોમાં ગૂગલ અને આલ્ફાબેટના CEO સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાનો સમાવેશ થાય છે. મુખ્ય ભારતીય હસ્તીઓના નામોમાં રાજકીય નેતા અશ્વિની વૈષ્ણવ, નંદન નીલેકણી અને બોલીવુડ અભિનેતા અનિલ કપૂરનો પણ સમાવેશ થાય છે.

અશ્વિની વૈષ્ણવ વિશે, ટાઈમ મેગેઝિને લખ્યું, “અશ્વિની વૈષ્ણવના નેતૃત્વમાં, ભારત આગામી 5 વર્ષમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે ટોચના 5 દેશોમાંનો એક બનવાની અપેક્ષા છે. તેઓ આધુનિક AI સિસ્ટમ્સ માટે એક પ્રમુખ પરિબળ છે. ભારતે આના માટે અનેક ફેક્ટરીઓ પર નિર્માણ શરૂ કરી દીધું છે.

ટાઈમે જણાવ્યું કે અશ્વિની વૈષ્ણવને આ મહત્વાકાંક્ષાઓને સાકાર કરવા માટ મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવો પડી શકે છે. ભારતનું ટેકનોલોજી ક્ષેત્ર ઓછા પ્રાઇવેટ R&D રોકાણ અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના અભાવથી પીડાઈ રહ્યા છે. તેની શૈક્ષણિક પ્રણાલી પણ અત્યાધુનિક AI અને સેમિકન્ડક્ટર ડેવલપમેન્ટ માટે જરૂરી નિષ્ણાત કર્મચારીઓના ઉત્પાદન માટે આગળ વધી રહી છે.

આ યાદીમાં પ્રોટોનના પ્રોડક્શન હેડ અનંત વિજય સિંહ અને એમેઝોનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને આર્ટિફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સનાં ચીફ સાયન્ટિસ્ટ રોહિત પ્રસાદનો પણ સમાવેશ થાય છે.

અનિલ કપૂરનું નામ પણ લિસ્ટમાં સામેલ છે, કારણ કે ટાઈમે તેમની પ્રશંસા કરતાં કહ્યું કે તેમણે સપ્ટેમ્બરમાં નવી દિલ્હી હાઈકોર્ટમાં તેમના ફોટોગ્રાફના અનધિકૃત AI ઉપયોગને લઈને ચાલી રહેલા કેસમાં ઐતિહાસિક જીત મેળવી છે. અનિલ કપૂરની જીત અન્ય લોકો માટે પણ પોતાના વ્યક્તિગત અધિકારોની સુરક્ષાનો માર્ગ ખુલ્લો કર્યો છે.