અભિનેતા ટીકુ તલસાનિયાની હાલત ગંભીર, હાર્ટ એટેક આવતા ICUમાં સારવાર હેઠળ
Mumbai: હિન્દી સિનેમાના અભિનેતા ટીકુ તલસાનિયાને દિગ્ગજ અભિનેતાઓમાંથી એક છે. હાલ ટીકુ તલસાનિયા સાથે સંબંધિત એક સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા ટીકુ તલસાનિયાને હાર્ટ એટેક આવ્યો છે. અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટીકુ તલસાનિયાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અભિનેતા સાથે જોડાયેલા આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સ હાલ ચિંતામાં છે. અભિનેતાએ 250 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
એક રિપોર્ટ અનુસાર, ટીકુ તલસાનિયાને હાર્ટ એટેક આવ્યો છે. તેમની હાલત પણ ખૂબ જ નાજુક હોવાનું કહેવાય છે. જોકે, હોસ્પિટલમાં દાખલ થયા બાદ ટીકુ તલસાનિયાની સ્થિતિ અંગે કોઈ માહિતી બહાર આવી નથી. આ સમાચાર સામે આવ્યા પછી દરેક વ્યક્તિ અભિનેતાના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેમના હોસ્પિટલમાંથી બહાર આવવાની રાહ પણ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે રામ મંદિર: PM મોદી