November 9, 2024

છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં ત્રણ મહિલા નક્સલી ઠાર, મળ્યો હથિયારોનો મોટો જથ્થો

Naxal Encounter: છત્તીસગઢના નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર માઢમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ત્રણ વર્દીધારી મહિલા નક્સલીઓને ઠાર મારવામાં આવી છે. ઘટનાસ્થળેથી હથિયારો સહિત મોત પ્રમાણમાં હથિયારોની સાથે નક્સલ સામગ્રી મળી આવી છે.

છત્તીસગઢના નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર આવેલા માઢ વિસ્તારમાં નક્સલીઓની હાજરી હોવાના ઇનપુટ્સ મળ્યા હતા. માહિતી મળ્યા બાદ ડીઆરજી, STF અને BSF ની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપોરેશન દરમિયાન પોલીસ પાર્ટી અને નક્સલીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. બસ્તરના આઈજી પી. સુંદરરાજે જણાવ્યું કે સવારથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. વચ્ચે-વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. સુરક્ષા દળોના તમામ જવાનો સુરક્ષિત છે.