December 18, 2024

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, 4 લોકોના મોત, 20 ઘાયલ

Building collapses in Lucknow: UPની રાજધાની લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયાં હોવાના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 20 લોકોને બચાવી લેવાયા છે. તમામ ઘાયલોને લોકબંધુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. NDRF, SDRF, ફાયર બ્રિગેડ, મેડિકલ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

ડીએમ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ, સરોજિનીનગરના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઈમારત ધરાશાયી થવાના કારણે હડકંપ મચી ગયો હતો. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. NDRF અને SDRFની ટીમો રાહત કાર્યમાં લાગેલી છે.

13 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
વહીવટીતંત્રે કહ્યું છે કે લખનઉના ટ્રાન્સપોર્ટ નગરમાં બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે ઘણા લોકો દટાયા છે. NDRF અને SDRFએ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. 13 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈમારતનું નામ હર્મિલાપ બિલ્ડીંગ છે જે ત્રણ માળની હોવાનું કહેવાય છે. બિલ્ડીંગમાં દવાઓનો વેપાર થતો હતો. ઘટનાસ્થળે આઠ એમ્બ્યુલન્સ છે. જરૂર પડ્યે વધારાની એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી છે. ઘાયલોને લોક બંધુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

સીએમ યોગીએ સંજ્ઞાન લીધું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરોજિની નગર બિલ્ડિંગ દુર્ઘટનાની નોંધ લીધી છે. સાથે જ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને ઘટનાસ્થળે પહોંચવાની સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી જલ્દી શરૂ કરવા જણાવ્યું છે.