મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલીવરી કરનારા ત્રણને દબોચ્યા, પોલીસે 1.06 લાખનો મૂદ્દામાલ કર્યો જપ્ત
Surat: રાજ્યમાં અવારનવાર નકલી નોટો છાપવી, નકલી નોટોની હેરાફેરા કરવી જેવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે સુરતના નીયોલ ચેકપોસ્ટ પાસેથી નકલી નોટો સાથે ત્રણ લોકો ઝડપાયા છે. મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવ્યા હતા. જોકે, પોલીસે દત્તાત્રે રોકડે, ગુલશન ગુગલે, રાહુલ વિશ્વકર્મા નામના શખ્સોની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના નીયોલ ચેકપોસ્ટ પર પોલીસે નકલી નોટો સાથે 3 લોકોને દબોચ્યા છે. પોલીસે ત્રણેય આરોપી પાસેથી 1.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 2 કરોડથી વધુની બચ્ચોકા બેંકની નકલી નોટો પણ પોલીસે જપ્ત કરી છે. વધુમાં આરોપીઓએ રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી રાખી અંદર બનાવટી નોટ રાખતા હતા. પોલીસે હાલ આ લોકોની ધરપકડ વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સ્વેટરની સાથે રેઈનકોટ પણ તૈયાર રાખજો… અંબાલાલ પટેલે હાડ થીજવતી ઠંડી સાથે વરસાદની કરી આગાહી