શામળાજી અણસોલ પાસે હિટ એન્ડ રનમાં ત્રણના મોત, મોડી રાતે ગ્રામજનોએ નેશનલ હાઇવે કર્યો હતો બ્લોક

shamlaji: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ આવતી રહે છે. ત્યારે શામળાજી અણસોલ પાસે હિટ એન્ડ રનમાં ત્રણના મોત થયા છે. ટેન્કર ચાલકે બાઇકસવારોને અડફેટે લીધા હતા. જોકે, પોલીસે 3 યુવકોના મોત મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોડી રાતે શામળાજી અણસોલ પાસે હિટ એન્ડ રનમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જેને લઈને ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કર્યો હતો. કલાકો સુધી હાઇવે બ્લોક કર્યા બાદ જિલ્લા એલસીબી,એસઓજી,શામળાજી પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જોકે, ગ્રામજનોએ સર્વિસ રોડ પર પુરઝડપે જતા વાહનો પર રોક લગાવવાની માગ કરી હતી. હાલ પોલીસ આ ઘટનાને લઈ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.