મંદિરાનો જડબાતોડ જવાબ, થઇ હતી લિપ સર્જરની લઇને ટ્રોલ
મુંબઈ: અભિનેત્રી મંદિરા બેદી પણ હવે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બની ગઈ છે. 51 વર્ષની ઉંમરમાં પણ પોતાને ફિટ રાખનારી આ અભિનેત્રી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો દ્વારા ફિટનેસ ટિપ્સ શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં, તેના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર શેર કરાયેલ નવા વીડિયોમાં મંદિરાએ તેના ચાહકો સાથે માહિતી શેર કરી છે કે તેઓ વૃદ્ધાવસ્થામાં પણ કેવી રીતે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે છે. તેઓએ પોતાને કેવી રીતે સ્વસ્થ અને ફિટ રાખવા જોઈએ? પરંતુ આ વીડિયોમાં મંદિરાનો ચહેરો થોડો અલગ જ દેખાઈ રહ્યો હતો. તેનો અલગ ચહેરો જોઈને કેટલાક યુઝર્સે વિચાર્યું કે મંદિરાએ લિપ સર્જરી કરાવી છે.
લિપ સર્જરીને લઈને મંદિરા બેદીને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. પરંતુ મંદિરા તે સેલિબ્રિટીમાંથી એક નથી જે આ ટ્રોલર્સને નજરઅંદાજ કરે છે. તેણે પણ આ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો. ખરેખર, ટ્રોલર્સ પર વળતો પ્રહાર કરતી વખતે મંદિરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે દરેક એંગલથી કેમેરા સામે પોતાનો ચહેરો બતાવી રહી છે. સાથે જ, તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે લો…હવે મેં કેમેરાની સામે તમામ એંગલથી પોઝ આપ્યો છે. અને હા એક બીજી વાત, આ ફિલ્ટર છે ફિલર નથી.
View this post on Instagram
મંદિરાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ વાયરલ પોસ્ટ પર તેના ઘણા ફેન્સ તેને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું છે, “મંદિરા બેદી જી, ચિંતા ન કરો, તમારે આવા લોકો પર ધ્યાન ન આપવું જોઈએ. તમે નવા પ્રેરણાદાયી વીડિયો બનાવો છો.” તો એક યુઝરે લખ્યું કે સોશિયલ મીડિયા પર એજ શેમિંગ કંઈ નવું નથી. પરંતુ તેમની ચિંતા કરશો નહીં. તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો. ઇન્સ્ટાગ્રામ પર આવા વીડિયો ભાગ્યે જ જોવા મળે છે.