November 22, 2024

1 મેથી દેશમાં બદલાઈ રહ્યા છે આ નિયમો, વાંચો એક ક્લિકમાં…

અમદાવાદ: આવતી કાલથી મે મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. દર મહિનાની જેમ આ મહિને પણ કેટલાક નિયમોમાં બદલાવ આવવાના છે. 1 મે, 2024થી ઘણા બધા બદલાવ થવાના છે. જે સીધા તમારા ખીંચા પર અસર કરશે. જેમાં LPG સિલિન્ડર કિંમતોથી લઈને ક્રેડિટ કાર્ડથી કરવાના પેમેન્ટ સુધીની નિયમોમાં બદલાવ આવી રહ્યા છે. જે આવતી કાલથી જ લાગુ થવા જઈ રહ્યા છે.

LPGના ભાવ
દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. તેમ છતાં 1 એપ્રિલમાં ઓયલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં બદલાવ કર્યો છે. અને 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જ્યારે ઘરેલુ વપરાશના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. આથી એવી આશા છે કે 1 મેના સામાન્ય લોકો માટે LPG સિલિન્ડમાં રાહત મળી શકે છે. આ ઉપરાંત PNG, CNG, ATFના ભાવમાં બદલાવ થઈ શકે છે.

ICICI સેવિંગ એકાઉન્ટમાં ચાર્જ
ICICI બેંકના ગ્રાહકોના સેવિંગ એકાઉન્ટમાં લાગતા ચાર્જમાં બદલાવ કરવામાં આવ્યો છે. 1 મે, 2024થી આ ચાર્જ લાગુ થઈ રહ્યા છે. જે અંતર્ગત ડેબિટ કાર્ડ પર લાગતા વર્ષના શુલ્કમાં વધારો કરીને 200 રુપિયા કરવામાં આવ્યું છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં તેને 99 રૂપિયા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બેંકને ચેકબુકથી વઈને નિયમો બદલાયા છે. 1 મે બાદ 25 પાનાની ચેકબુક ઈશ્યુ કરવા પર કોઈ ચાર્જ નહીં લાગે, પરંતુ એ બાદ દરેક પેજ માટે 4 રુપિયાનો વધુ ચાર્જ ચુકવવો પડશે.

આ પણ વાંચો: 1 મેથી બદલાઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડના આ નિયમો, જાણો તમામ માહિતી

યસ બેંકમાં ઘણા નિયમોમાં ફેરફાર
યસ બેંકમાં 1 મે, 2024 થી બચત ખાતાઓ પર લઘુત્તમ સરેરાશ બેલેન્સ ચાર્જમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત સેવિંગ્સ એકાઉન્ટનો પ્રો મેક્સ MAB 50,000 રૂપિયા હશે. જેના પર મહત્તમ 1,000 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. સેવિંગ એકાઉન્ટ પ્રો પ્લસ, યસ એસેન્સ એસએ અને યસ રિસ્પેક્ટ એસએમાં લઘુત્તમ બેલેન્સ 25,000 રૂપિયા હશે અને આ એકાઉન્ટ પર 750 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. સેવિંગ એકાઉન્ટ પ્રોમાં મિનિમમ 10,000 રૂપિયાનું બેલેન્સ રાખવું પડશે અને તેનો ચાર્જ પણ વધુમાં વધુ 750 રૂપિયા હશે. મૂલ્ય બચાવવા માટે 5000 રૂપિયાની મર્યાદા છે અને મહત્તમ 500 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે.

બિલની ચુકવણી મોંઘી થશે
ચોથો ફેરફાર ક્રેડિટ કાર્ડ યુઝર્સ સાથે સંબંધિત છે, ખાસ કરીને જેઓ યુટિલિટી બિલ પેમેન્ટ માટે આ કાર્ડનો ઉપયોગ કરે છે, તો તેમના પર બોજ વધશે. 1 મેથી, યસ બેંક ક્રેડિટ કાર્ડ પર 15,000 રૂપિયાથી વધુની વીજળી અથવા અન્ય ઉપયોગિતા બિલની ચુકવણી પર 1% વધારાનો ચાર્જ લાદવામાં આવ્યો છે, જ્યારે IDFC ફર્સ્ટ બેંક ક્રેડિટ પર 20,000 રૂપિયાથી વધુના બિલની ચુકવણી પર 1% વધારાનો ચાર્જ લાદવામાં આવ્યો છે. કાર્ડ અને 18% ટકા GST વસૂલવામાં આવશે.

બેંક 14 દિવસ માટે બંધ
મે 2024માં બેંકોમાં બમ્પર રજાઓ છે અને આખા મહિનામાં કુલ 14 દિવસ બેંકોમાં કોઈ કામ નહીં થાય એટલે કે બેંકમાં રજા રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બેંક હોલીડે લિસ્ટ મુજબ, મે મહિનામાં આવતી આ રજાઓમાં અક્ષય તૃતીયા, મહારાષ્ટ્ર દિવસ, રવિન્દ્રનાથ ટાગોર જયંતિ અને અન્ય રજાઓનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં બેંકિંગ કામ માટે ઘરેથી નીકળતા પહેલા એકવાર આ સૂચિ તપાસો. બીજા અને ચોથા શનિવાર ઉપરાંત આ રજાઓમાં રવિવારની સાપ્તાહિક રજાનો પણ સમાવેશ થાય છે.