September 12, 2024

પેરિસ પેરાલિમ્પિક્સ માટે તૈયાર ગુજરાતના આ પાંચ ખેલાડીઓ

Paris Paralympics 2024: પેરિસમાં ઓલિમ્પિક 2024માં ભારતને 6 મેડલ મળ્યા છે. હવે પેરિસમાં પેરાલિમ્પિક્સ 2024નું આયોજન થવાનું છે. જેમાં પેરિસ પેરાલિમ્પિક્સ માટે ભારતીય ખેલાડીઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાંથી 5 ખેલાડીઓ ભાગ લેવાના છે. આવો જાણીએ કોણ છે આ ખેલાડીઓ અને આ પાંચ ખેલાડીઓ કઈ રમતમાં લેશે ભાગ.

ભાવીનાબેન એચ. પટેલ
ભાવીનાબેન પેરા ટેબલ ટેનીસ Single Woman Class-4 માં ભાગ લેવાના છે. આ પહેલા તેઓએ ટોક્યો 2020માં ભાગ લઇ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આટલું જ નહીં એશિયન ગેમ્સમાં પણ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે. તેમને ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે ઈશાન કિશન!

રાકેશકુમાર ડી. ભટ્ટ
રાકેશકુમાર T- 37 કેટેગરીમાં 100 મીટરમાં ભાગ લેશે આ પહેલા તેઓએ એશિયન ગેમ્સમાં પણ ભાગ લીધો હતો અને તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ભાવનાબેન એ. ચોધરી
ભવાનાબેન F – 46 કેટેગરીમાં Javelin Throwમાં ભાગ લેશે. તેણે અગાઉ એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો: ભારતીય હોકી ટીમમાં પીઆર શ્રીજેશનું સ્થાન કોણ લેશે?

સોનલબેન એમ. પટેલ
સોનલબેન આંતરરાષ્ટ્રીય રમતવીર પેરા ટેબલ ટેનીસ Single Woman Class-3માં ભાગ લેશે. આ પહેલા તેઓએ ટોક્યો 2020માં અને એશિયન ગેમ્સમાં ભાગ લીધેલ હતો.

નિમિષા સી. એસ.
નિમિષા F-46 Long Jumpમાં ભાગ લેશે. આ પહેલાની વાત કરવામાં આવે તો તેણે એશિયન ગેમ્સમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ભારતનું ગૌરવ વધાર્યું હતું.

4 મહિલા ખેલાડીઓ
મહત્વની બાબત એ છે કે પેરિસ પેરા ઓલિમ્પિકમાં ભાગ લેનાર ગુજરાતનાં આ પાંચ ખેલાડીઓ પૈકી 4 મહિલા ખેલાડીઓ છે. આ એક ગર્વની બાબત છે મહિલા ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય ખેલાડીઓ 12 રમતોમાં ભાગ લેતા જોવા મળશે. જેમાં પેરા સાયકલિંગ, પેરા રોઈંગ અને બ્લાઈન્ડ જુડો જેવી ગેમ જોવા મળશે. ટોક્યો 2020 એ ભારતની સૌથી સફળ પેરાલિમ્પિક ગેમ્સ હતી, જેમાં દેશે પાંચ ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ જીત્યા હતા. તમને જણાવી દઈએ કે અરશદ શેખ મેન્સ C2 પેરા સાયકલિંગ ઈવેન્ટમાં, જ્યોતિ ગડેરિયા મહિલાઓની C2 ઈવેન્ટમાં, કપિલ પરમાર બ્લાઈન્ડ જુડોમાં પુરૂષોની 60kg J1 ઈવેન્ટમાં ભાગ લેશે. તેની સાથે કોકિલા હશે, જે મહિલાઓની 48kg J2 શ્રેણીમાં ભાગ લેશે. અનિતા અને કે. નારાયણ પેરા રોઇંગમાં PR3 મિક્સ્ડ ડબલ્સ સ્કલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે.