July 4, 2024

આ 5 સરળ રીતથી તમે ઘટાડી શકો છો લોનના EMI

અમદાવાદ: ભારતીય રિઝર્વ બેન્કે રેપો રોટમાં કોઈ ફેરફાર કર્યો નથી. જેના કારણે લોન ધારકોને મોટો ઝટકો લાગ્યો છે. જો તમને પણ તમારી લોન ઘટાડવી છે તો આજે અમે કેટલીક ટિપ્સ આપીશું. જેના કારણે તમે સરળતાથી તમારી લોનના EMIમાં ઘટાડો કરી શકો છો. આજે 5 કેટલીક એવી ટિપ્સ છે. જેની મદદથી તમે તમારી EMIને ઘટાડી શકો છો. નોંધનીય છેકે, ભારતીય રિઝર્વ બેંકના રેપો રેટને સતત સાતમી વખત 6.50 ટકાને ફિક્સ રાખી છે. આ રેપો રેટના આધારે જ હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજદરો નક્કી થાય છે.

આ પણ વાંચો: સોનાની દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ, 5 આરોપીની ધરપકડ

હોમ લોન EMI ઘટાડવા માટેની ટિપ્સ
– જો તમે તમારી હોમ લોનની EMI ઘટાડવા માંગો છો, તો તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.
– જો તમારો સિબિલ સ્કોર સારો છે. તો તમે તમારી બેંક પાસેથી હોમ લોન પર ઓછા વ્યાજ માટે બાર્ગેનિંગ કરી શકો છો. જો તમારો સિબિલ સ્કોર સમય સાથે સુધરી રહ્યો હોય તો પણ તમે હોમ લોન પર વ્યાજ ઘટાડવા માટે તમારી બેંક સાથે બાર્ગેનિંગ કરી શકો છો. ઘણીવાર બેંક મેનેજર પાસે તમારી લોન પર વ્યાજ ઘટાડવા માટે પૂરતું માર્જિન હોય છે.
– હોમ લોન EMI ઘટાડવાનો એક માર્ગ ફ્લોટિંગ વ્યાજ દર પર સ્વિચ કરવાનો છે. જો આજે નહીં કે કાલે ભારતીય રિઝર્વ બેંક તેના રેપો રેટમાં ઘટાડો કરશે. તો તમારી EMI પણ તે મુજબ નીચે આવશે.
– જો તમે તમારી માસિક EMI ઘટાડવા માંગો છો. તો તમે તમારી લોનની મુદત વધારી શકો છો. તેનાથી તમારી હોમ લોનની માસિક EMI ઘટશે.
– હોમ લોન EMI ઘટાડવાનો બીજો રસ્તો એ છે કે તમારી લોનને અન્ય બેંકમાં પોર્ટ કરો. તમને તમારી માસિક EMI ઘટાડવામાં મદદ કરશે. લોન પોર્ટ કરવા પર નવી બેંક ઘણીવાર તેના ગ્રાહકોને સસ્તું વ્યાજ આપે છે.
– તમારી હોમ લોનની EMI ઘટાડવા માટે તમે દર વર્ષે એકથી બે વધારાની EMI ચૂકવી શકો છો. જેનાથી બેવડા ફાયદા થાય છે. એક તો તમારી લોનની મુદત ઘટી જશે. બીજું તમારી EMI પણ ઘટશે.