July 2, 2024

ICC T20 World Cup 2024માં બન્યા આ 3 રેકોર્ડ

T20 World Cup 2024: અફઘાનિસ્તાન અને યુગાન્ડા વચ્ચેની મેચમાં ઘણા મોટા રેકોર્ડ બન્યા છે. આ મેચ દરમિયાન અફઘાનિસ્તાનની ટીમે 125 રનથી જીત મેળવી હતી. આ મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. અફઘાનિસ્તાન અને યુગાન્ડા વચ્ચેની મેચમાં કયા રેકોર્ડ બન્યા આવો જાણીએ.

ચોથી સૌથી મોટી જીત
અફઘાનિસ્તાન સામેની મેચમાં યુગાન્ડાના કેપ્ટને ટોસ જીત્યો હતો. જેમાં પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 183 રન બનાવ્યા હતા. ત્યારબાદ યુગાન્ડાની ટીમ 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે અફઘાનિસ્તાનની ટીમે 125 રનથી મેચ જીતી લીધી હતી. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં આ ચોથી સૌથી મોટી જીત છે.

આ પણ વાંચો: USમાં ‘કિંગ કોહલી’ની ‘વિરાટ’ સુરક્ષા, વીડિયો થયો વાયરલ

સૌથી મોટી જીત મેળવનાર ટીમ
T20 વર્લ્ડ કપમાં સૌથી મોટી જીત મેળવનાર ટીમની વાત કરવામાં આવે તો 172 રન – શ્રીલંકા, 2007, 130 રન – અફઘાનિસ્તાન, 2021, 130 રન – દક્ષિણ આફ્રિકા, 2009, 125 રન – અફઘાનિસ્તાન, 2024, 116 રન – ઈંગ્લેન્ડ, 2012 છે. T20 વર્લ્ડ કપમાં સૌથી મોટી ભાગીદારી કરનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો જોસ બટલર અને એલેક્સ હેલ્સ – 170 રન, ઈબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લાહ ગુરબાઝ – 154 રન, બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન – 152 રન, ક્રિસ ગેલ અને ડ્વેન સ્મિથ – 145 રન બનાવ્યા છે. T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછો સ્કોર કરનાર ટીમની વાત કરવામાં આવે તો 39 – નેધરલેન્ડ્સ, 2014, 44 – નેધરલેન્ડ્સ, 2021, 55 – વેસ્ટ ઈન્ડિઝ, 2021, 58 – વેસ્ટ ઈન્ડિઝ, 2024, 60 – ન્યુઝીલેન્ડ, 2014 છે. કાલે હવે ઈન્ડિયાની મેચ છે