Champions Trophy 2025: કેપ્ટન રોહિત શર્માએ આખી ટુર્નામેન્ટમાં આ 3 ખેલાડીઓને ન આપી તક

ICC Champions Trophy: ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ન્યુઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા હાલ બોલિંગ કરી રહી છે. કેપ્ટન રોહિતે અંતિમ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટ દરમિયાન ત્રણ ખેલાડીઓ બેન્ચ પર રહ્યા. આ ખેલાડીઓેને ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.
અર્શદીપ સિંહનેના મળ્યો મોકો
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતે ફક્ત ત્રણ ઝડપી બોલરોની પસંદ કરી હતી. જેમાં . મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે. બુમરાહ રમી નહીં શકે તેવા સમાચાર સામે આવ્યા ત્યારે તેને ઉતાવળમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યાર સુધી તે એક પણ મેચમાં જોવા મળ્યો નથી. મોહમ્મદ શમી અને હર્ષિત રાણા રમી રહ્યા છે. છેલ્લી મેચમાં પણ તેને મોકો આપવામાં આવ્યો નથી.
આઈપીએલ 2025નો સૌથી મોંઘા ખેલાડીને ના મળ્યો મોકો
BCCI એ 15 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી હતી. પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ખેલાડીઓ જોવા મળ્યા ન હતા. જેની ગણતરી દુનિયાના સૌથી બેસ્ટ બેટ્સમેનમાં થાય છે. તમને જણાવી દઈએ કે પંત આઈપીએલ 2025માં સૌથી મોંઘો ખેલાડી છે. રોહિત શર્માને પંત કરતા વધારે રાહુલ પર ભરોસો લાગે છે. પંતને ફાઈનલ મેચમાં પણ સ્થાન ના મળ્યું.
આ પણ વાંચો: IND vs NZ: રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ફાઇનલમાં પ્રવેશતાની સાથે જ રચ્યો ઇતિહાસ
વોશિંગ્ટન સુંદર બહાર બેઠો
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં પાંચ સ્પિનરોનો સમાવેશ કરાયો હતો. જેમાંથી 4 રમી રહ્યા છે પરંતુ તેમાંથી હજૂ વોશિંગ્ટન રમાવાનો વારો આવ્યો નથી. વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા શાનદાર બોલિંગ કરી રહ્યા છે, તેથી સુંદર માટે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવું સરળ કાર્ય નહીં હોય. ફાઇનલ મેચમાં પણ તેને તક મળી નથી.