November 26, 2024

T20 ટીમમાં રોહિત-વિરાટનું સ્થાન લઈ શકે છે આ 2 યુવા બેટ્સમેન

Rohit Sharma And Virat Kohli:  ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.  ટીમ ઈન્ડિયા એક પણ મેચ હાર્યા વગર  T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. જોકે રોહિત અને વિરાટે T20 ઇન્ટરનેશનલ ફોર્મેટને ટાટા કહી દીધું છે. હવે આ બંને ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં જોવા મળશે નહીં. આ બંને ખેલાડીઓની કમી કોઈ પુરી ના કરી શકે, પરંતુ ભારતીય T20 ટીમમાં બે એવા ખેલાડી છે, જે રોહિત-વિરાટની જગ્યાએ ઓપનિંગ કરી શકે છે.

મેચ રમી શક્યો નથી
યશસ્વી જયસ્વાલ છેલ્લા કેટલાક સમયથી રોહિત શર્મા સાથે ઓપનિંગની જવાબદારી સંભાળી હતી. પરંતુ વિરાટની સાથે રોહિતે સાથે ઓપનિંગ કરી હતી. જેના કારણે યશસ્વી જયસ્વાલને મોકો મળ્યો ના હતો. તે મેચને બદલવામાં માહિર છે. યશસ્વી જયસ્વાલે વર્ષ 2023માં ભારતીય ટીમ માટે T20I ડેબ્યૂ કર્યું હતું. તે સમયે 2023માં ગોલ્ડ મેડલ જીતનારી ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યો છે. તેણે બનાવેલ રનની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 17 T20I મેચોમાં 502 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: T20 World Cup જ નહીં, ભારતીય ટીમે આ ICC ટૂર્નામેન્ટમાં પણ અજેય રહીને ટ્રોફી જીતી

આ ખેલાડીઓ દાવેદાર
શુભમન ગિલને ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં તક મળી નથી. તેને રિઝર્વ ખેલાડીઓમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ તેને ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તેણે આઈપીએલમાં ઓપનિંગ કરતી વખતે તેણે ઘણી મહત્વની ઈનિંગ્સ રમી છે. તેણે જાન્યુઆરી 2023માં T20Iમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેણે ભારતીય ટીમ માટે 14 T20I મેચોમાં 335 રન બનાવ્યા છે. આ જોતા એવું લાગે છે કે આ બંને ખેલાડીઓ રોહિત-વિરાટની જગ્યાએ ઓપનિંગ કરવાના મોટા દાવેદાર છે.