June 30, 2024

રાજ્યના રાહત કમિશનરે Rajkot TRP ગેમઝોન દુર્ઘટના મામલે આપી મહત્ત્વની જાણકારી

TRP ગેમઝોનમાં બનેલી દુઃખદ ઘટના સંદર્ભે રાજ્યના રાહત કમિશનરે વિગતો આપી.

ઋષિ દવે, રાજકોટ: રાજકોટ TRP ગેમઝોન દુર્ઘટનાના 27 હતભાગીઓની DNA મેચીંગના આધારે ઓળખ કરાઈ છે ત્યારે રાજ્યના રાહત કમિશનરે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, TRP ગેમઝોનમાં બનેલી દુઃખદ ઘટના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ પોલીસ તંત્ર દ્વારા નીચે મુજબના પગલા તાત્કાલિક લેવાયેલ છે.

  1. જે લોકોના પરિવારજનો મળી આવતા નહોતા, તે માટે સૌ પ્રથમ ઘટના સ્થળ પર ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તથા પોલીસની ટીમ દ્વારા યાદી મેળવવામાં આવી હતી.
  2. બનાવની રાત્રે જેમ જેમ મૃતદેહો રીકવર થયા, તેમ તેમ તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પોસ્ટમોર્ટમ તથા હતભાગીઓના DNA સેમ્પલ લેવાની કાર્યવાહી તથા તેમના પરિવારજનોના DNA સેમ્પલ મેળવવાની કામગીરી હાથ ધરી મોડી રાત્રે પૂર્ણ કરી, એર એમ્બ્યુલન્સ મારફતે એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવેલા હતા.
  3. ગુમ થયેલ વ્યકિત અને પરિવારજનો વિશે તેમના પરિવારના અલગ-અલગ લોકો દ્વારા એકથી વધુ સ્થળોએ માહિતી લખાવવામાં આવી હતી, તેથી અમુક નામો બેવડાતા હતા અથવા હુલામણા નામોના કારણે સંખ્યા બેવડાતી હતી, તેવા કિસ્સામાં નામોની ફેર-ચકાસણી કરી મૃતકોની યાદી આખરી કરવામાં આવી હતી, અને 27 મૃતદેહોના DNA સેમ્પલ લેવામાં આવેલ અને તેના પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં આવેલ. આ તમામ સેમ્પલોની સરખામણી થઈ જતા 27 લોકોનો આ ઘટનામાં મૃત્યુ પામ્યાનું કન્ફર્મ થયેલ છે અને 27 મૃતદેહોની તેના વાલી વારસોને સોંપણી થયેલ છે.
  4. અમુક લોકો ખાનગી હોસ્પીટલો (ટ્રીનીટી હોસ્પિટલ) માં દાઝેલી હાલતમાં સારવાર લઈ રહેલ છે કે મૃત્યુ પામેલ છે, તેવી ભ્રામક માહિતી બાબતે જણાવવાનું કે, ટ્રીનીટી હોસ્પીટલ દ્વારા સોશ્યલ મીડીયામાં વીડિયો દ્વારા રદિયો આપવામાં આવેલ છે તેમજ હોસ્પીટલના સંચાલકનું મામલતદાર દ્વારા નિવેદન લઈ ઉપરોકત બાબત ખોટી હોવાની ખરાઈ કરવામાં આવેલ છે.
  5. હિતેષભાઈ ઉર્ફે વિજયભાઈ લાભશંકર પંડયાએ તેના ભાણેજ તથા તેના જૂના પાડોશીના બે સંતાનો મળીને કુલ ત્રણ વ્યકિત ગુમ હોવાની ફરિયાદ કરતા તેમની વિગતો ચકાસતાાં આ બાબત ખોટી જણાતાં આ વ્યકિત વિરૂદ્ધ IPCની કલમ 211 હેઠળ FIR દાખલ કરવામાં આવેલ છે.
  6. તમામ 27 મૃતદેહોના સેમ્પલ લેવાયેલ ત્યારથી દરેક હતભાગી દીઠ એક નાયબ મામલતદાર અને એક પી.એસ.આઈ. ની નિમણૂંક કરવામાં આવેલ અને તેમના પરિવારનો સંપર્ક કરી, જયારે મૃતદેહ સોંપવામાં આવે ત્યારથી અંતિમ વિધિ સુધી તમામ બાબતમાં મદદરૂપ થવા અને ત્યાર બાદ મૃતકને આપવાની થતી CM રીલીફ ફંડ અને PM રીલીફ ફંડની સહાયની પ્રક્રિયા પુર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવેલ છે.
  7. FSL ટીમ દ્વારા મૃતદેહોના DNA પરિવારજનોના DNA સાથે મેચ કરવા માટેની કામગીરી દિવસ રાત સતત કરવામાં આવી હતી.
  8. હાલ કોઈપણ વાલી વારસ તરફથી તેમના પરીવારજનો ગુમ હોવાની ફરીયાદ પેન્ડીંગ નથી અને 27 મૃતદેહો તેમના પરીવારજનોને સોંપી દેવામાં આવેલ છે.
  9. આમ છતાં હજુ પણ કોઈ વ્યક્તિની ભાળ આગ દુર્ઘટના પછી મળતી ના હોય અને તેમના પરિવારજનોને શંકા હોય તો રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા ફોન નંબર- 83209 65606 , 281 245 7777પર તથા SITના અધ્યક્ષ ભરત બી. બસીયા, મદદનીશ પોલીસ કમીશ્નર, ક્રાઇમ, રાજકોટ શહરના મો.નં.9033690990, SITના સભ્ય એમ.આર.ગોંડલીયા, પો.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.9687654989, એસ.એમ.જાડજા, પો.ઇન્સ., બી.ડીવીજન પો.સ્ટ. ના મો.નં.9714900997, આર.એચ.ઝાલા, પો.સબ.ઇન્સ., એલસીબી ઝોન-૨ ના મો.નં.9825855350, ડી.સી.સાકરીયા, પો.સબ.ઇન્સ., ડીસીબી પો.સ્ટ. ના મો.નં.8000040050, ડીસીબી પો.સ્ટ. ના નં.0281 2444165, રાજકોટ તાલકા પોલીસ સ્ટશન ના નં.0281 2563340 તથા રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમ ના નં.0281 2457777 (100) નો સંપર્ક કરવા આથી જાહેર જનતાને અનરોધ કરવામા આવે છે.

મૃતકોની યાદી
1. જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.34)
2. સ્મિત મનીષભાઈ વાળા (ઉ.22)
3. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.21)
4. સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.30)
5. આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.19)
6. હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.20)
7. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.36)
8. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.24)
8. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.22)
10. નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.19)
11. જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.45)
12. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.12)
13. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.40)
14. દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.12)
15. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.15)
16. નિરવ રસીકભાઈ વેકરીયા (ઉ.20)
17. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.25)
18. વિવેક અશોકભાઈ દુસારા (ઉ.28)
19. ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉ.24)
20. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉ.22)
21. ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉ.28)
22. ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.24)
23. હરિતા રતિભાઈ સાવલિયા (ઉ.25)
24. મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.30)
25. પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉ.45)
26. મોનુ કેશવ ગૌંડ (ઉ.21)
27. અક્ષય કિશોરભાઈ ઢોલરીયા (ઉ.28)