September 18, 2024

SEBI પ્રમુખ અને તેમના પતિએ આરોપોને ગણાવ્યા ખોટા અને દુર્ભાવનાપૂર્ણ

નવી દિલ્હી: SEBI પ્રમુખ માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બૂચએ તાજેતરની ઘટનાઓ પર વ્યક્તિગત ક્ષમતાઓમાં એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. SEBI પ્રમુખ માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બૂચએ શુક્રવારે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલ અનિયમિતતા અને હિતોના ઘર્ષણના આરોપોનું ખંડન કરતાં કહ્યું છે કે આરોપો ખોટા, પ્રેરિત અને અપમાનજનક છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “માધાબીએ SEBIમાં જોડાયા બાદ અગોરા એડવાઇઝરી, અગોરા પાર્ટનર્સ, મહિન્દ્રા ગ્રૂપ, પીડિલાઇટ, ડો રેડ્ડીઝ, અલ્વેરેઝ એન્ડ માર્સલ, સેમ્બકોર્પ, વિસુ લીઝિંગ અથવા ICICI બેંક સાથે સંબંધિત કોઈપણ ફાઇલ પર નિર્ણય લીધો નથી,” જેમ કે ઉપરોક્ત તથ્યો અને કંપનીઓના સંદેશાવ્યવહારથી સ્પષ્ટ છે, આરોપો સંપૂર્ણપણે ખોટા, દૂષિત અને બદનક્ષીભર્યા છે… લગાવવામાં આવેલ તમામ આરોપો ખોટા, દૂષિત અને રાજકીય રીતે પ્રેરિત છે.”

બુચ દંપતીએ કહ્યું, “આ આક્ષેપો અમારા આવકવેરા રિટર્ન પર આધારિત છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ તમામ બાબતો અમારા આવકવેરા રિટર્નનો ભાગ છે જેમાં આ તમામ બાબતોનો સંપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે અને વેરો યોગ્ય રીતે ચૂકવવામાં આવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે કે અમારા આવકવેરા રિટર્ન સ્પષ્ટપણે કપટી પદ્ધતિઓ અપનાવીને અને ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યા છે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમારા આવકવેરા રિટર્નમાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલ તથ્યોને જાણીજોઈને ખોટી રીતે તોડી-મરોડીને ખોટી વાર્તા ઘડી કાઢવામાં આવી છે.

કોંગ્રેસે તાજેતરમાં SEBI પ્રમુખ અને તેમના પતિ વિરુદ્ધ અનેક આરોપો લગાવ્યા હતા, જેમાં તેમની સાથે સંબંધિત કન્સલ્ટન્સી ફર્મ પર હિતોના ટકરાવનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ધવલ બુચે એવા સમયે મહિન્દ્રા ગ્રૂપમાંથી રૂ. 4.78 કરોડની કમાણી કરી હતી જ્યારે રેગ્યુલેટર માર્કેટના ઉલ્લંઘન માટે તેમની તપાસ કરી રહ્યું હતું.