July 2, 2024

શું ટોસ જીતવાના કારણે T20 World Cup ભારતની ઝોળીમાં આવ્યો?

T20 World Cup Final: T20 WC 2024ની ફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. પરંતુ જે અંદાજ લગાવવામાં આવ્યો હતો તે સાચો સાબિત થયો છે. કારણ કે T20 WCની છેલ્લી 8 સિઝનમાં ટોસને લઈને ચોંકાવનારા આંકડા જોવા મળ્યા હતા. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ટોસ જીતનાર ટીમના ચેમ્પિયનશીપ જીતવાની શક્યતા 87.5 ટકા રહેલી હતી. જોકે એવું થયું પણ ખરું કેમ કે ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો હતો અને જીત ભારતની જોળીમાં ગઈ હતી. અત્યાર સુધીમાં ખાલી એક વાર જ એવું બન્યું હતું કે જે ટીમે ટોસ જીત્યો તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

ટોસનું મહત્વ ખરું સાબિત થયું
ભારતે 2007માં T20 WCની પહેલી ટ્રોફી પોતાને નામ કરી લીધી હતી. તો દક્ષિણ આફ્રિકા પોતાના પહેલા ટાઇટલ માટે મેદાનમાં ઉતરી હતી. બાર્બાડોઝમાં ટોસનું પણ ખાસ મહત્વ છે અને T20 WCના છેલ્લા 8 સિઝનમાં ટોસના આંકડા પણ રસપ્રદ રહ્યા છે. આ ટોસનું મહત્વ ખરું સાબિત થયું છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો હતો અને આખરે ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. આ ગ્રાઉન્ડ પર અત્યાર સુધીમાં કુલ 29 T20 ઇન્ટરનેશનલ મેચ રમાઈ છે. તેમાંથી 19માં પ્રથમ બેટિંગ કરનારી ટીમની જીત થઈ છે. જોકે, અહીં રમાયેલી છેલ્લી બે મેચોમાં રન ચેઝ કરી રહેલી ટીમની જીત થઈ છે.

આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટેસ્ટમાં એક દાવમાં 600 રન બનાવનારી પ્રથમ ટીમ

ટીમ ઈન્ડિયાની સફર
ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની સફરની વાત કરવામાં આવે તો આયર્લેન્ડ સામેની મેચ 8 વિકેટે જીતી, પાકિસ્તાન સામેની મેચ 6 રને જીતી, અમેરિકા સામેની મેચમાં 7 વિકેટે જીત મેળવી, અફઘાનિસ્તાન સામે 47 રનથી જીત મેળવી, બાંગ્લાદેશ સામે 50 રનથી જીત મેળવી, ઓસ્ટ્રેલિયા સામેની મેચ 24 રને જીતી, ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં 68 રનથી જીત મેળવી, દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં 7 રનથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જે આગળ જઈને ખરો સાબિત થયો.