December 20, 2024

અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં શિફ્ટમાં કામ કરવાનો આદેશ રદ્દ

અમદાવાદ: અમદાવાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશનને લઇ એક પાંચ દિવસ પહેલા નીરજકુમાર બડગુજર, અધિક પોલીસ કમિશ્નર દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ આદેશ અનુસાર, શહેરના મહિલા પૂર્વ અને પ્રશ્ચિમ પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ સ્ટેશન શિફ્ટમાં કામ કરશે. આદેશ અનુસાર શહેરના મહિલા પૂર્વ/પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં સવારે 8.00 થી 4.00 વાગ્યા સુધી અને બપોરે 2.00 થી 10.00 વાગ્યા સુધી શિફ્ટમાં કામ કરશે સાથે જ જ્યાં આરોપી ન હોય તો પોલીસ સ્ટેશન બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના મહિલા પૂર્વ અને પ્રશ્ચિમ પોલીસ સ્ટેશન માટે આ આદેશ કરાયો હતો. પરંતુ હવે પાંચ દિવસમાં જ આ આદેશને પરત ખેંચી લેવામાં આવ્યો છે.

જોકે હવે પાંચ દિવસ બાદ નીરજકુમાર બડગુજર, અધિક પોલીસ કમિશ્નર દ્વારા એક નવો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ગત 21 માર્ચના રોજ આપેલા આદેશને પરત ખેંચી લેવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ઉપરોકત વિષય અનુસંધાને જણાવવાનુ કે, હવાલાવાળા પત્રથી પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર નાઓની મૌખિક સુચના આધારે મહિલા પુર્વ / પશ્ચિમ પોલીસ સ્ટેશનો ખાતે સવારના કલાક 8/00 વાગ્યાથી 16/00 સુધી અને બપોર કલાક 14/00 થી 22/00 સુધી એમ બે શીફ્ટમાં નોકરી લેવા સુચના કરેલ હતી. પરંતુ સદર હુકમ કર્યા બાદ અમારા ધ્યાનમાં આવેલ છે કે મહિલા પોલીસ સ્ટેશન રાજય સરકારની મહિલા અભ્યમ ની 181 નંબરની સેવા (કાઉન્સીલીંગ) ની ટીમ હાજર રહેતી હોય છે. જે ગુનાઓનું નિવારણ કરવામાં ખુબ જ અનિવાર્ય પાસુ હોય જેથી સદર સેવા ચાલુ રાખવા માટે ઉપરોકત હવાલાવાળા પત્રથી કરવામાં આવેલ હુકમ રદ ગણી હવે પછીથી રાબેતા મુજબ મહિલા પુર્વ / પશ્ચિમ પોલીસ સ્ટેશનો ચાલુ રાખવા સુચના કરવામાં આવે છે.

આમ માત્ર પાંચ દિવસની અંદર જ નીરજ કુમાર બડગૂજર, અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર દ્વારા અમદાવાદ શહેરના મહિલા પુર્વ / પશ્ચિમ પોલીસ સ્ટેશનો રાત્રે બંધ કરવાનો આદેશ પરત ખેંચી લેવામાં આવ્યો છે.