July 2, 2024

Loksabha Election Result 2024: ચૂંટણીના પરિણામ ફિલ્મી સિતારઓ માટે ‘કહીં ખુશી કહીં ગમ’

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પરિણામ 2024ના પરિણામ આવી ગયા છે. આ વખતની ચૂંટણીમાં ફિલ્મ સ્ટાર્સની વાત કરવામાં આવે તો સિંહા, હેમા માલિની અને રાજ બબ્બર લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવારી નોંધાવી હતી.

ચૂંટણીના મેદાનમાં ઉતર્યા
2024ની લોકસભા ચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે. જેના પરિણામ સવારથી જ ચાલી રહ્યા છે. આજે સમગ્ર દેશની નજર લોકસભાની પરિણામ પર હતી. આ વખતે ઘણા સેલેબ્સ પણ પોતાનું નસીબ રાજકારણમાં અજમાવ્યું છે. ભોજપુરી સ્ટાર્સે પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. કંગના હિમાચલની મંડી સીટથી ઉમેદવાર હતા તો અરુણ ગોવિલ મેરઠથી ઉમેદવાર પવન સિંહ કરકટથી હતા. મનોજ તિવારી ઉત્તર પૂર્વ દિલ્હીથી, રવિ કિશન ગોરખપુરથી, દિનેશ લાલ યાદવ નિરહુઆ આઝમગઢ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. શત્રુઘ્ન સિંહા, હેમા માલિની અને રાજ બબ્બર આ તમામ ફિલ્મ સ્ટાર્સ ઉમેદવારી નોંધાવી હતી.

આ પણ વાંચો: પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના અર્જુન મોઢવાડિયાની જીત

  • હેમા માલિની- હેમા માલિની મથુરા સીટથી જીતી ગયા છે.
  • સ્મૃતિ ઈરાની- સ્મૃતિ ઈરાની લોકસભા ચૂંટણીના અમેઠીથી હારી ગયા છે.
  • કંગના રનૌત- હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી જીત મેળવી છે.
  • મનોજ તિવારી- નોર્થ-ઈસ્ટ દિલ્હી મનોજ તિવારી જીતી ગયા છે.
  • રાજ બબ્બર- કોંગ્રેસના રાજ બબ્બરની અગાઉ તેમની પાસે 45 હજારની લીડ હતી, હવે કોંગ્રેસના રાજ બબ્બર 28036થી પાછળ છે.
  • રવિ કિશન- બપોરે 3 વાગ્યા સુધી તેમને 401868 વોટ મળ્યા છે. તેઓ +61418 મતોથી આગળ છે.
  • અરુણ ગોવિલ- ટીવીના રામ એટલે કે અરુણ ગોવિલ મેરઠ સીટથી પાછળ છે.
  • દિનેશલાલ યાદવ ‘નિરહુઆ – આઝમગઢ – (ઉત્તર પ્રદેશ) – 22305 મતોથી પાછળ છે.
  • પવન સિંહ- ભોજપુરી પાવર સ્ટાર પવન સિંહ કરકટ લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પવન સિંહ વોટથી પાછળ ચાલી રહ્યા છે.