ઈમરજન્સીનો દાવ નિષ્ફળ: હવે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિને મહાભિયોગનો સામનો કરવો પડશે
South Korea Impeachment: દક્ષિણ કોરિયામાં માર્શલ લોનો નિર્ણય ભલે રદ્દ થઈ ગયો હોય, પરંતુ રાષ્ટ્રપતિ યુન સુક યેઓલની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દક્ષિણ કોરિયાની વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. અગાઉ, સેંકડો વિપક્ષી સાંસદો અને પક્ષના સભ્યો બુધવારે નેશનલ એસેમ્બલીની સામે એકત્ર થયા હતા અને રાષ્ટ્રપતિ યૂનના રાજીનામા અને મહાભિયોગની માંગણી કરી હતી.
રાષ્ટ્રપતિની મુશ્કેલીઓ વધી શકે છે
જો નેશનલ એસેમ્બલીમાં બે તૃતીયાંશથી વધુ સાંસદો તેની તરફેણમાં મતદાન કરે છે, તો તેની સામે મહાભિયોગ શરૂ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિની પીપલ્સ પાવર પાર્ટીના નેશનલ એસેમ્બલીમાં 300માંથી 108 સાંસદો છે.
જાણો મહાભિયોગ પછી શું થશે
જો નેશનલ એસેમ્બલીમાં બે તૃતીયાંશથી વધુ સાંસદો તેની તરફેણમાં મતદાન કરે છે, તો તેની સામે મહાભિયોગ શરૂ થઈ શકે છે. મહાભિયોગ પ્રસ્તાવને બંધારણીય અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે. જો નવમાંથી ઓછામાં ઓછા છ ન્યાયાધીશો તેને મંજૂરી આપે તો આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, અંતિમ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી રાષ્ટ્રપતિને તેમની શક્તિઓનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન વડા પ્રધાન વચગાળાના નેતા તરીકે કામ જોશે. મહાભિયોગના 60 દિવસમાં ચૂંટણી કરાવવાની રહેશે.