October 17, 2024

IPL 2025 મેગા ઓક્શનની તારીખને લઈને આવી મોટી માહિતી

IPL 2025 Mega Auction Date: આઈપીએલ 2025 હવે આવશે જેને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં IPL મેગા ઓક્શનનું આયોજન થઈ શકે છે. જોકે તેને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. તમને જણાવી દઈએ કે મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ રિટેન કરાયેલ અને જાહેર કરાયેલા ખેલાડીઓની યાદી પણ શેર કરવાની રહેશે.

હરાજી માટે પસંદગી કરવામાં આવી
IPLની છેલ્લી હરાજી દુબઈમાં થઈ હતી. પરંતુ આ વખતે રિયાદની પસંદગી કરવામાં આવી શકે છે. લંડન અને સિંગાપોરનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે રિયાદની હરાજી માટે પસંદગી કરવામાં આવી છે. બધી સાઈડથી રિયાધ વ્યવસ્થિત લાગી રહ્યું છે. હરાજીના સ્થળની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે. આ તૈયારીઓ અંતિમ તબક્કામાં સુધી પહોંચી ગઈ છે. 10 ફ્રેન્ચાઈઝીના અધિકારીઓ રિયાધ પહોંચશે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની મેચ ફી માત્ર 200 રૂપિયા, વાંચો તેમની સંઘર્ષ સફર…

ખેલાડીઓની યાદી આવશે
તમામ ટીમે 31મી ઓક્ટોબર પહેલા ખેલાડીઓની યાદીની જાહેરાત કરવી પડશે. આ યાદીને બીસીસીઆઈને સોંપવાની રહેશે. આ પછી હરાજીનો વારો આવશે. આ વખતની સિઝનમાં ઘણા ખેલાડીઓની ટીમ બદલાઈ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે મુંબઈ રોહિતને રિટેન કરી શકે છે. હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર અને બુમરાહને પણ જાળવી રાખવામાં આવી શકે છે.