December 11, 2024

નરોડામાં બિનવારસી હાલતમાં મળી આવ્યું નવજાત બાળક, પોલીસે તપાસ હાથ ધરી

Ahmedabad: રાજ્યમાં અવારનવાર નવજાત બાળક બિનવારસી હાલતમાં મળી આવવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ફરી એકવાર નરોડામાંથી બિનવારસી હાલતમાં નવજાત બાળક મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે, હાલ આ બાળકને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર નરોડા વિસ્તારમાંના કલ્યાણ પાસે કેશવવાડી પાસેથી બિનવારસી હાલતમાં નવજાત બાળક મળી આવ્યું હતું. આ બાળકને અજાણ્યો શખ્સ મુકીને ફરાર થઈ ગયો હતો. જોકે, સમયસર સ્થાનિકો દ્વારા નરોડા પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. નરોડા પોલીસે અજાણ્યા માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: બિહારના છપરા અને સિવાનમાં ઝેરી દારૂથી 28 લોકોના મોત, અનેકની હાલત ગંભીર

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ અગાઉ જેતપુરના ભોજાધાર વિસ્તારમાં નિષ્ઠુર જનેતાએ જન્મેલું નવજાત બાળકને ત્યજી દીધું હતું. નવજાત શિશુ ઉપર સ્થાનિકો નજર પડતાં તેઓએ સેવાભાવી અને પોલીસને આ અંગે જાણકરી હતી. જોકે, બાળકના રડવાનો અવાજ સાંભળી સ્થાનિકોએ બાળકને જોતા પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ભોજાધાર વિસ્તારમાંથી તાજું જન્મેલ નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.