ચાઇના અને દુબઈથી ચાલતા સાયબર ક્રાઈમનું કનેક્શન ગુજરાત સુધી પહોચ્યું
મિહિર સોની, અમદાવાદ: ચાઇના અને દુબઈથી ચાલતા સાયબર ક્રાઈમનું કનેક્શનના તાર ગુજરાત સુધી પહોંચ્યા, જેમાં છેતરપીંડી કેસમાં સાયબર ક્રાઇમએ એક બુટલેગર સહિત 13 આરોપીની કરી ધરપકડ છે. સ્કાયપે પર ડિઝિટલ અરેસ્ટ કરીને આરોપીઓ ઠગાઈ કરતા હતા. માઈકાના પ્રેસિડેન્ટ સાથે થયેલી 1.15 કરોડની છેતરપિંડી કેસમાં સાયબર કરાઈને મળી સફળતા છે. અમદાવાદ, રાજકોટ અને પોરબંદરથી 13 આરોપીઓની ધરપકડ કરી છે. જે આરોપીઓએ છેતરપિંડીની રકમના લાખો રૂપિયા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી તેને રોકડમાં કન્વર્ટ કરી મુખ્ય આરોપી સુધી પહોંચાડ્યા હતા.
સાયબર ક્રાઇમે એકાઉન્ટના માલિક અને કમિશન માટે એકાઉન્ટ મેનેજ કરનાર મોઈન ઈંગારિયા અને તેની સાથે મિહિર ટોપીયા, અંકિત દેસાઈ, પ્રફુલ વાલાણી, રોનક સોજીત્રા, કિરણ દેસાઈ, કિશા ભારાઈ, બુટલેગર મેરુભાઆ કરમટા, યોગીરાજ જાડેજા, રવિ સવસેટા, રોહન લેઉવા, રોહિત વાઘેલા અને સાગર ડાભીની ધરપકડ કરી છે. ઝડપાયેલા તમામ આરોપીઓએ છેતરપિંડીના 1.15 કરોડ માંથી 62 લાખ રૂપિયા ઉપલેટા, ધોરાજી, કુતિયાણા, પોરબંદર, મોરબી, રાજકોટ અને અમદાવાદમાંથી મેળવી મુખ્ય આરોપીઓ સુધી પહોંચાડ્યા છે. જોકે આરોપીઓની સાથે અન્ય કેટલાક આરોપીઓ ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે. આરોપીઓમાંથી મોઈન ઇંગારિયા મુખ્ય આરોપી છે અને તેનો સાથીદાર નેવીવાલા મુસ્તફા યુનુસ ફરાર છે. આ બન્ને આરોપીઓ ભેગા મળીને ચીનના ગેંગ સાથે ભારતમાં અનેક લોકોને ડરાવીને રૂપિયા પડાવી લીધા છે. બન્ને મુખ્ય આરોપી ચીન પણ જઈ આવ્યા છે અને ફરી જવાના હતા પરંતુ તે પેહલા આરોપી મોઇન પકડાઈ ગયો છે.
આ પણ વાંચો: IPS ચિરાગ કોરડીયાએ બોર્ડર રેન્જ ભૂજ આઇજી તરીકે કાર્યભાર સંભાળ્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડિજિટલ અરેસ્ટ કરીને ઠગાઈ કરતી ટોળકીનું ચાઈના કનેક્શન સામે આવ્યું છે. ચીનમાં કેટલાક ભારતીય અને ચીની સાયબર ક્રિમિનલ્સ લોકોને અલગ અલગ મોર્ડસ ઓપરેન્ડીથી ધમકાવી ફેડેક્સ કુરિયરમાં ડ્રગ્સ, પાસપોર્ટ સહિત અન્ય વસ્તુઓ પકડવામાં આવી છે. જેમાં તમારા એકાઉન્ટમાંથી પણ ટ્રાન્જેક્શન થયેલ છે. જેથી CBI અને RBIનો ખોટા લેટર મોકલી સ્કાઈપ મારફતે કોલ કરીને ધમકાવી સ્કાયપે પર ડિઝિટલ અરેસ્ટ કરીને પોલીસ અધિકારી બનીને રૂપિયા પડાવી લેતા હતા અને ત્યાર બાદ રૂપિયા મુંબઈ અને વેસ્ટ બંગાળના અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર થતાં. જે રૂપિયા ઝડપાયેલા આરોપીઓ અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી કેટલાક રૂપિયા એટીએમમાંથી રોકડ કરાવી લેતા અને કેટલાક રૂપિયાથી વોલેટ મારફતે ક્રિપ્ટો કરન્સી લઈ હવાલા મારફતે ચીનમાં મોકલી દેવામાં આવતા હતા. મહત્વનું છે કે છેતરપિંડીનાં 90% રૂપિયા ચીન અને ત્યાર બાદ 10% રુપિયા તમામ કમિશન એજન્ટોમાં વેચાતા હતા. નોંધનીય છે કે, 13માંથી 12 આરોપીઓ માત્ર 10-20 હજાર રૂપિયા માટે પોતાનું એકાઉન્ટ ભાડે આપેલ અને બીજા લોકો કમિશન માટે જોડાયા હતા.
આ પણ વાંચો: કચ્છમાં વરસાદી માહોલને કારણે ખેડૂતોનો પાક બરબાદ, કરોડો રૂપિયાનું નુકસાન
નોંધનીય છે કે આરોપીઓના મોબાઇલથી ક્રિપ્ટો કરન્સીના વોલેટ પણ મળી આવ્યા છે અને આ લોકોએ આંધ્ર પ્રદેશ, ગોવા સહિત અનેક રાજ્યો માં આવી રીતે લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યાનું સામે આવ્યું છે.હાલ અન્ય ફરાર મુખ્ય આરોપી નેવીવાલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ગુજરાતના જે 40 ખાતા મળી આવ્યા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે પોલીસ માટે ચિંતાનો વિષય એ છે કે ગુજરાતના સૌરાષ્ટ્રના નાના નાના તાલુકાઓમાં સાયબર ક્રાઇમની ગેંગો સક્રિય થઈ છે. જે દુબઇ, ચાઈના અને કબોડીયાના સાયબર ગેંગ સાથે કનેક્શન ધરાવે છે. જેથી સાયબર ક્રાઇમે ગુજરાતમાં સક્રિય થયેલા બેન્ક ખાતાઓની માહિતી મેળવીને તેને બંધ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે.