November 25, 2024

IND vs ENG: આ 26 વર્ષનો ખેલાડી રાજકોટ ટેસ્ટમાં કરશે ડેબ્યૂ!

IND vs ENG: રાજકોટ ટેસ્ટ 5 વર્ષ બાદ રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ આ મેદાન પર રમાવા જઈ રહી છે. પાંચ વર્ષ પછી મેચ રમાવાની છે ત્યારે આ મેચ ખુબ ખાસ રહેશે. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ માટે આ મેચ ખૂબ જ ખાસ રહેવાની છે.

ડેબ્યૂ કરશે આ ખેલાડી
ઈન્ડિયા ટીમની વાત કરવામાં આવે તો આ વખતે ન વિરાટ કોહલી આ સીરીઝમાં નથી. કેએલ રાહુલ પણ ત્રીજી શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. જેના કારણે ભારતીય સ્થાનિક ક્રિકેટના સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાનને ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી છે. સુત્રોએ આપેલી માહિતી અનુસાર સરફરાઝ ખાન ડેબ્યૂ કરવાના છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલ આ ટેસ્ટમાંથી બહાર થવાના કારણે તેમને આ મોકો મળ્યો છે.

સરફરાઝ ખાનની કારકિર્દી
સરફરાઝ ખાનની ડોમેસ્ટિક કરિયર અત્યાર સુધીનું ખુબ સારૂ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે તેણે અત્યાર સુધીમાં ટોટલ 45 ફર્સ્ટ ક્લાસ મેચમાં ભાગ લીધો છે. આ મેચ દરમિયાન તેણે 66 ઇનિંગ્સમાં 69.85ની એવરેજથી 3912 રન બનાવ્યા છે. આ મેચોમાં સરફરાઝે 11 અડધી સદી અને 14 સદીની ઇનિંગ્સ રમી છે. આ મેચોમાં તેણે 34.94ની એવરેજથી 629 રન બનાવ્યા છે. તે જ સમયે, તેણે 96 ટી-20 મેચમાં 22.41ની એવરેજથી 1188 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાન માટે રણજી ટ્રોફીની છેલ્લી ત્રણ સિઝન ઘણી સારી રહી અને યાદગાર રહી છે. સરફરાઝે રણજી ટ્રોફીની 2019/20 સીઝનમાં 154.7ની એવરેજથી 928 રન બનાવ્યા હતા. 2021/22 સિઝનમાં, સરફરાઝ ખાને 122.8 ની સરેરાશથી 982 રન બનાવ્યા હતા.

આર અશ્વિન તોડશે આ રેકોર્ડ
આર અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી સફળ બોલરોમાંથી એક ગણવામાં આવે છે. ત્યારે આ વખતની ટેસ્ટમાં તે મોટા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આર અશ્વિને અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 97 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 183 ટેસ્ટ ઇનિંગ્સમાં 23.92ની એવરેજથી 499 વિકેટ ઝડપી છે. ખાસ વાત એ છે કે આ વખતની ટેસ્ટ મેચમાં તે રેકોર્ડ તોડીને એટલે કે 500 ટેસ્ટ વિકેટ પૂરી કરી શકે છે. હાલ તે માત્ર એક જ વિકેટ દૂર છે. તમને જણાવી દઈએ કે રાજકોટ ટેસ્ટમાં તેની 500મી ટેસ્ટ વિકેટ લેશે તો તે રેકોર્ડ તોડશે. જેમાં 500મી ટેસ્ટ વિકેટ લેશે તો તે ભારત માટે આવું કરનાર બીજો બોલર બની જશે.