December 22, 2024

IND vs ENG : આ દિવસથી શરૂ થશે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ, જાણો આખું શેડ્યુલ

ભારતીય ક્રિકેટ ટીમનું આ વર્ષનું શેડ્યુલ ખૂબ જ ટાઈટ છે. નવા વર્ષમાં બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને ત્રણ મેચની ટી-20 સિરીઝમાં સૂપડા સાફ કરી દીધા હતા. હવે ટીમ ઈન્ડિયા સામે અંગ્રેજોનો પડકાર છે. ભારતીય ટીમ હવે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. અહીં જાણો આ સિરીઝ સાથે સંબંધિત તમામ વિગતો.

ક્યારે છે ભારત-ઈંગ્લેન્ટ વચ્ચે મેચ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 થી 29 જાન્યુઆરી દરમિયાન હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ પછી બીજી ટેસ્ટ મેચ 2 થી 6 ફેબ્રુઆરી દરમિયાન વિશાખાપટ્ટનમમાં અને ત્રીજી ટેસ્ટ મેચ 15 થી 19 ફેબ્રુઆરી દરમિયાન રાજકોટમાં રમાશે. સિરીઝની છેલ્લી બે ટેસ્ટ મેચ રાંચી અને ધર્મશાલામાં રમાશે. રાંચી ટેસ્ટ 23 થી 27 ફેબ્રુઆરી અને ધર્મશાલા ટેસ્ટ 7 થી 11 માર્ચ સુધી રમાશે.

ઈંગ્લેન્ડ બોર્ડે કરી ટીમની જાહેરાત

ઈંગ્લેન્ડ બોર્ડે ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ ભારતીય બોર્ડે અત્યાર સુધી માત્ર બે ટેસ્ટ મેચ માટે જ પોતાની ટીમની જાહેરાત કરી છે. ટેસ્ટ સિરીઝની પ્રથમ બે ટેસ્ટમાં ઘણા યુવા ખેલાડીઓને તક મળી છે.

પ્રથમ બે ટેસ્ટ મેચો માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા , અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), અવેશ ખાન.

ભારત સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ : બેન સ્ટોક્સ (કેપ્ટન), રેહાન અહેમદ, જેમ્સ એન્ડરસન, ગસ એટકિન્સન, જોની બેરસ્ટો (વિકેટકીપર), શોએબ બશીર, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ડકેટ, બેન ફોક્સ (વિકેટકીપર) ), ટોમ હાર્ટલી, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જો રૂટ અને માર્ક વુડ.

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું આખું શેડ્યૂલ

પહેલી ટેસ્ટ: ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 25-29 જાન્યુઆરી, હૈદરાબાદ (રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ)
બીજી ટેસ્ટ: ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 2-6 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ (ડૉ વાયએસ રાજશેખર ક્રિકેટ સ્ટેડિયમ)
ત્રીજી ટેસ્ટ: ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 15-19 ફેબ્રુઆરી, રાજકોટ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)
ચોથી ટેસ્ટ: ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 23-27 ફેબ્રુઆરી, રાંચી (JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમ)
પાંચમી ટેસ્ટ: ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 7-11 માર્ચ, ધર્મશાલા (હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ)