તુર્કિયેની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોતની આશંકા
Terror Attack In Turkey: તુર્કિયેની રાજધાનીમાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં ઘણા લોકોના મોતની આશંકા છે. માહિતી અનુસાર, આ હુમલો તુર્કિયેની રાજધાની અંકારામાં સ્થિત ડિફેન્સ અને એરોસ્પેસ કંપની ‘તુર્કીશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ’ના હેડક્વાર્ટર પર થયો હતો. આ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દેશના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ KAANનું ઉત્પાદન કરે છે.
@BREAKING terror attack in Turkey, initial reports of a suicide bomber attacking TUSAS (Turkish Aerospace Industries)numerous dead reported.
Condolences to the families of the dead and wishes for a speedy recovery for the injuredTo @trpresidency when you proudly shelter and… pic.twitter.com/g6wV2ZOFeK
— #EBluemountain1 🎗 (@EBluemountain1) October 23, 2024
તુર્કિયેના ગૃહ મંત્રીએ કહ્યું કે સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીના હેડક્વાર્ટર પર થયેલા આતંકવાદી હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, જોરદાર વિસ્ફોટ સંભળાયો અને કેટલાક આતંકવાદીઓ કારમાંથી બહાર આવ્યા અને ગોળીબાર કર્યો. ફાયરિંગના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે. જો કે આ હુમલામાં કેટલા લોકોના મોત થયા તે હજુ સુધી જાણવા મળ્યું નથી.