ટેરિટોરિયલ આર્મી પાકિસ્તાનનો કરશે સામનો, ધોનીએ રહેવું પડશે તૈયાર

MS Dhoni Operation Sindoor: પહલગામમાં આતંકવાદીઓના હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બંને દેશો છેલ્લા 3 દિવસથી એકબીજા પર હુમલો કરી રહ્યા છે. આ બંને દેશો હુમલો કરી રહ્યા છે. તેમાં પાકિસ્તાનને વધારે નુકસાન થયું છે. ભારતને કઈ મોટું નુકસાન થયું નથી. હવે માહિતી સામે આવી છે. જેમાં જેમાં હજુ પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી થતો તો ટેરિટોરિયલ આર્મીને પણ રેડી રહેવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની પણ ભારતીય સેનાનો એક ભાગ છે. સેનામાં તેમને લેફ્ટનન્ટ કર્નલનું માનદ સ્થાન આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે સચિન તેંડુલકર ભારતીય વાયુસેનામાં ગ્રુપ કેપ્ટન પણ છે. આનો અર્થ એ થયો કે જો વસ્તુઓ આગળ વધે તો એમએસ ધોનીએ પણ તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરનો ઇમરાન ખાનને લાગી રહ્યો છે ભય, ડરમાં કરી દીધું કાર્ય

આઈપીએલ મુલતવી રાખ્યા બાદ એમએસ ધોની ફ્રી છે
ભારતને ત્રણ ICC ટાઇટલ અપાવનાર કેપ્ટન એમએસ ધોનીએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે આઈપીએલ હાલ પૂરતી મલતવી રાખવામાં આવી છે. વિદેશી ખેલાડીઓને તેના દેશમાં પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે, હવે એવી માહિતી સામે આવી છે કે ભારત સરકારે પણ પ્રાદેશિક આર્મીને આ સમગ્ર મામલાનો સામનો કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે. ધોની આમાં લેફ્ટનન્ટ કર્નલ છે. હવે તમને સવાલ થતો હશે કે ટેરિટોરિયલ આર્મી શું છે? ટેરિટોરિયલ આર્મી હોય છે તે સીધી રીતે મોરચો સંભાળતી નથી. પરંતુ યુદ્ધનો સમય આવે છે ત્યારે મેદાનમાં તેને તૈનાત કરવામાં આવે છે. ટેરિટોરિયલ આર્મી ભારતીય સેનાનો એક ભાગ છે.ટેરિટોરિયલ આર્મીને આર્મી દ્વારા તાલીમ આપવામાં આવે છે. જેના કારણ કટોકટીના સમયમાં આંતરિક સુરક્ષા પૂરી પાડવાનું કામ કરી શકે.